Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

નિતાંત યાદવ દીકરી સાથે જુના ગીત રજુ કરશેઃ આનંદ વિનોદ ખાસ ગુજરાતી સોંગ પીરસશે

રાજકોટઃ તા.૨૪, સ્વાતંત્રપર્ર્વ અંતર્ગત  રાજકોટ મ્યુનીપલ કોર્પોરેશન આજરોજ વિરાણીના મેદાનમાં ભવ્યથી ભવ્ય સંગીતોના કાર્ર્યક્રમ રાખેલ છે. જેમાં ૭૦ જેટલા કલાકારો જુના યાદગાર ગીતો રજુ કરશે.

વડોદરાના અને જુના ગીતો પિરસતા નિતાંત યાદવ તેમની દીકરી સાથે આજના કાર્યક્રમમાં ૧૯૪૩માં બનેલી ફિલ્મ'' ધરતી માતા''નું ગીત રંગરંગીલી પીરસનાર છે. તેઓ કહે છે કે આમ તો હું કે. એલ. સાયગલ અને પંકજ મલીકના ગીતો રજુ કરૂ છું પરંતુ આજના કાર્યક્રમમાં હેમંત કુમાર અને સુરેન્દ્રના ગીતો પણ રજુ કરીશ. શ્રી યાદવની દીકરી નિર્મોહી માત્ર ૧૫ વર્ષની વયે ગીત રજુ કરશે. તેઓ કલાસીકલ સંગીતની તાલીમ લઇ રહયા છે. તેઓ વધુમાં કહે છેે કે મારી ઢબના અવાજ વાળા ગીતો બહુ ઓછા છે. મારા ગીતોમાં ઇફેકટ આવતી નથી.

જયારે કિશોરકુમાર ગીતો રજુ કરતા આનંદ વિનોદે જણાવેલ કે આજના રાત્રીના કાર્ર્યક્રમમાં કિશોર કુમારના ગીતો સાથે રાજકોટ રંગીલુ શહેર છેે. અને અમદાવાદમાં રીક્ષા વાળો એમ બે ખાસ ગુજરાતી ગીતો રજુ કરવાના છે. તેમજ સ્પેેશ્યલ તલત મહેમુદના ગીત પણ પીરસશે. તેઓએ કહેલ કે જુના ગીતો લોકોને વર્ર્ષો સુધી તાજા રહે છે. આવા ગીતોથી  આનંદ મળે છે.

તસ્વીરમાં અકિલા પરિવારના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા સાથે ગાયકો નિતાંત યાદવ, નિર્મોહી, આનંદ વિનોદ અને ભગવતીભાઇ મોદી નજરે પડે છે.  (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:43 pm IST)