Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

રીઝર્વ બેંકે રાજકોટ નાગરીક બેંકને ફટકારી ૩૭ લાખની પેનલ્ટી

રીઝર્વ બેંકના દિશા નિર્દેશોનું ઉલ્લંઘન કરવા બદલ

રાજકોટ તા.ર૪ : ભારતીય રીઝર્વ બેંકે અત્રેની રાજકોટ નાગરીક સહકારી બેંક લી.ને રૂ.૩૭ લાખની પેનલ્ટી ફટકારી છે. રીઝર્વ બેંકના જણાવ્યા પ્રમાણે બેંકે ફોડ કલાસીફીકેશન અને રીપોટીંગ તથા મેેનેજમેન્ટ ઓફ એડવાન્સના નિયમોનો ભંગ કર્યો છે. રીઝર્વ બેંકે ગઇકાલે એક આદેશ જારી કરી બેંક ઉપર આ પેનલ્ટી ફટકારી છે.

ર૩ જાન્યુ.ર૦ર૦ ના રોજ જારી કરેલાં આદેશમાં રીઝર્વ બેંકે કહ્યું છે કે નાગરીક બેંકે અમારા દિશા નિર્દેશોનું પાલન કર્યુ નથી. રીઝર્વબેંકે કહ્યું છેકે બેંકીગ રેગ્યુલેશન એકટ-૧૯૪૯ ની કલમ ૪૭-એ (૧-સી) સાથે કલમ-૪૬ (૪) (૧) અને કલમ પ૬ હેઠળ આ પેનલ્ટી ફટકારવામાં આવી છે. રીઝર્વ બેંકે આપેલા દિશા નિર્દેશોનું પાલન નથી કર્યું.

૩૧ માર્ચ-ર૦૧૮ ના રોજનું રીઝર્વ બેંકે ઇન્સ્પેકશન કર્યું હતું જેમાં ઉપરોકત નિયમોનો ભંગ થયાનું માલુમ પડયું હતું.આ પછી બેંકને શો-કોઝ નોટીસ ફટકારવામાં આવી હતી પછી નાગરીક બેંકે તેનો જવાબ પણ આપ્યો હતો. પરંતુ એ ખુલાસાઓ ગળે નહી ઉતરતાં રીઝર્વ બેંકે નાણાંકીય પેનલ્ટી ફટકારી છે. આનો મતલબ એ નથી કે બેંકની કોઇ લેવડ દેવડ કે ગ્રાહકો સાથે કરવામાં આવેલ કોઇ પણ પ્રકારના એગ્રીમેન્ટ આનાથી પ્રભાવીત થશે.

(4:39 pm IST)