Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

રેસકોર્ષ રીંગરોડની અંદરની સાઇડ વાહનોની અવરજવર માટે પ્રતિબંધીતઃ અમુક રસ્તાઓ પર નો-પાર્કિંગ ઝોન

રાજય કક્ષાની પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત

રાજકોટ તા.૨૪ : રાજય કક્ષાના પ્રજાસત્ત્।ાક પર્વની ઉજવણી સંદર્ભે તા.૨૪ થી ૨૬ સુધી રેસકોર્ષ રંગરોડ ફરતે આવેલા અંદરની સાઇડના રોડ પર કોઇપણ પ્રકારના વાહનના અવર જવર પર પ્રતિબંધાત્મક આદેશ પોલીસ કમિશ્નરશ્રી મનોજ અગ્રવાલએ જાહેર કર્યો. તેમજ અમુક રસ્તાને નો-પાર્કિંગ ઝોન તરીકે જાહેર કર્યા છે.

આદેશ મુજબ તા. ૨૪ અને ૨૫ના સાંજે ૧૬-૦૦ (૪:૦૦)થી ૨૪-૦૦  (રાત્રીના ૧૨:૦૦) સુધી તથા તા.૨૬ના સવારે ૫-૦૦ કલાકથી બપોરે ૧૩-૦૦ (૧:૦૦) સુધી રેસકોર્ષ રંગરોડ ફરતે આવેલા અંદરની સાઇડના રોડ પર કોઇપણ પ્રકારના વાહનની અવર જવર માટે પ્રતિબંધ રહેશે. પરતું કાર્યક્રમમાં આવનાર વી.વી.આઇ.પી. તેમજ કાર્યક્રમમાં આવનારા ભારેવાહનો /અન્ય વાહનોને છુટછાટ રહેશે. આ જ રીતે જિલ્લાઙ્ગપંચાયત ચોકમાં પોલીસ હેડ કવાર્ટર સર્કલ સુધીનો રિંગરોડનો બહારનો રસ્તોઙ્ગકોઇપણ પ્રકારના વાહનના અવર જવર માટે પ્રતિબંધ રહેશે.

કીશાનપરા ચોકથી જિલ્લા પંચાયત ચોક સુધી જમણી બાજુના રસ્તે થઇને ફુલછાબ ચોક અને યાજ્ઞિક રોડ સુધી જઇ શકાશે તેમજ પોલીસ હેડ કવાર્ટર સર્કલથી ચીનોઇ માર્ગે થઇને જામનગર રોડ,ઙ્ગજામટાવર તરફ જઇ શકાશે. ઙ્ગરેસકોર્ષ રંગરોડ ફરતે આવેલ અંદરતથા બહારની સાઇડના રોડ નો-પાર્કિંગ ઝોન જાહેર કરેલ છે. એ જ રીતે આઇ.સી.આઇ.સી.આઇ બેંક નીસામે આવેલ શારદાબાગની બંને સાઇડઙ્ગનો-પાર્કિંગ ઝોન જાહેર કરેલ છે.

ઉપરોકત પ્રતિબંધ ફાયર બ્રીગેડના વાહનો,એમ્બ્યુલન્સ,ઙ્ગપોલીસ તથા તાકિદની કામગીરી કરતા વાહનોને ઉપરોકત પ્રતિબંધ લાગુ પડશે નહીં.  આ હુકમનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર ઠરશે.

(4:19 pm IST)