Gujarati News

Gujarati News

News of Friday, 24th January 2020

રાજકોટ યાર્ડમાં કપાસની હરરાજી ઠપ્પઃ મજુરી દર વધારાનો વેપારીઓએ વિરોધ કરી ખરીદી બંધ કરી

રાજકોટ, તા. ૨૪ :. રાજકોટ (બેડી) માર્કેટયાર્ડમાં મજુરીના દરના વધારાનો વેપારીઓએ વિરોધ કરી ખરીદીથી અળગા રહેતા કપાસની હરરાજી ઠપ્પ થઈ ગઈ છે. પ્રાપ્ત વિગતો મુજબ રાજકોટ યાર્ડના સત્તાધિશોએ કપાસ વિભાગના મજુરોની મજુરીમાં ૧૦ ટકા વધારો જાહેર કરતા વેપારીઓએ આ મજુરીના દરના વધારાનો વિરોધ કર્યો હતો અને કપાસની ખરીદીથી અળગા રહેવાનું જાહેર કરતા કપાસની હરરાજી ઠપ્પ થઈ ગઈ છે. મજુરીના દર વધારા પ્રશ્ને વેપારીઓ અને મજુરો વચ્ચે વિવાદ સર્જાતા યાર્ડના સત્તાધીશોએ હાલતૂર્ત કપાસની આવક બંધ કરી છે.

યાર્ડના કપાસ વિભાગના મજુરોને હાલમાં ૮.૨૦ પૈસા મજુરી મળે છે. જેમા ૧૦ ટકાનો વધારો જાહેર કરાયો છે. વેપારીઓ આ મજુરીના દરના વધારાનો વિરોધ કરી ખરીદી બંધ કરી દીધેલ છે.

યાર્ડના ચેરમેન ડી.કે. સખિયાએ વેપારીઓ અને મજુરો વચ્ચે બેઠક યોજી ટૂંક સમયમાં આ પ્રશ્નનો નિવેડો લાવવામાં આવશે તેવુ જણાવ્યુ હતું.

(11:38 am IST)