Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

વોર્ડ નં. ૧૬માં અનેક વિસ્તારોમાં ભુગર્ભ ગટરો છલકાય છે : ગંદકીનો ગંજ : તંત્ર જાગે

રાજકોટ : શહેરનાં વોર્ડ નં. ૧૬નાં આવાસ યોજના સહીત અનેક વિસ્તારોમાં ભુગર્ભ ગટરની સફાઇ થતી ન હોય. ગંદકી રસ્તા પર ફેલાઇ રહી છે. આ બાબતે સામાજીક કાર્યકર બુખારીબાપુએ વોર્ડ ઓફીસર, ઇજનેર સહીત તમામ સ્થળે લેખીત-મૌખીક રજુઆતો કરવા છતાં આજની સ્થિતીઓ ગટરો છલકાઇ રહી છે. રસ્તાઓ ગંદકીથી ખદબદે છે. જે તસ્વીરમાં નજરે પડે છે ઇન્સેટમાં. આ અંગે તાત્કાલીક યોગ્ય પગલાં લેવાની માંગ કરનાર સામાજીક કાર્યકર બુખારીબાપુ દર્શાય છે.

(3:42 pm IST)