Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

ધારાશાસ્ત્રી સાંસદ અભયભાઇ ભારદ્વાજને શ્રધ્ધાંજલી અર્પતુ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ : રકતદાતાઓ દ્વારા રકતદાન

અગ્રાવતને રીસર્ચ-સેવાનો પ્રતિષ્ઠીત રાષ્ટ્રીય એવોર્ડ : નીતિનભાઇ ભારદ્વાજ-અંશ ભારદ્વાજ શિક્ષણ સચિવ ડો. વિનોદ રાવ કથાકાર, જીજ્ઞેશ દાદા સહિતના રાજકીય-સામાજીક અગ્રણીઓની ઉપસ્થિતિ

રાજકોટ : પ્રખર ધારાશાસ્ત્રી- રાજયસભાના સાંસદ સ્વ. અભયભાઇ ભારદ્વાજને શ્રધ્ધાંજલી અર્પવા આજે રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા મહારકતદાન શિબિર યોજાઇ હતી. દિપપ્રાગટય કરતા ભાજપ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ, અંશભાઇ ભારદ્વાજ, શિક્ષણાધિકારી ડો. વિનોદરાવ, ભરતભાઇ ગાજીપરા, કથાકાર જીજ્ઞેશ દાદા, અજયભાઇ પટેલ, અવધેશભાઇ કાનગડ, કૃષ્ણકાંતભાઇ ધોળકીયા, રશ્મીકાંતભાઇ મોદી સહિતના નજરે પડે છે. અન્ય તસ્વીરમાં ઉપસ્થિત શાળા સંચાલકો, આચાર્યો, શિક્ષકો નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા) 

રાજકોટ તા. ર૩ :.. ગુજરાતના જાહેર જીવનના અગ્રણી સામાજીક અને રાજકીય પ્રતિભાવંત વ્યકિતત્વ ધરાવતા જાણીતા ધારાશાસ્ત્રી અને રાજયસભાના સાંસદ સ્વ. અભયભાઇ ભારદ્વાજને શ્રધ્ધાંજલી અર્પવા રાજકોટ જિલ્લા સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા આજે શ્રી સ્વામીનારાયણ ગુરૂકુળ ખાતે મહારકતદાન કેમ્પ યોજાયો છે. જેમાં વિવીધ ક્ષેત્રના સામાજીક-રાજકીય અને શૈક્ષણીક આગેવાનોની ઉપસ્થિતિમાં રકતદાતાઓએ રકતદાન કર્યુ હતું.

સ્વનિભેર શાળા-સંચાલક મંડળ દ્વારા યોજાયેલ રકતદાન મહાશીબીરમાં શાળા સંચાલકો, આચાર્ય-શિક્ષકો-વાલીઓ અન તેમજ હરિભકતો ઉપસ્થિત રહ્યા હતાં.

સ્વ. અભયભાઇ ભારદ્વાજને શ્રધ્ધાંજલી અર્પવા યોજાયેલ રકતદાન કેમ્પમાં ભાજપ અગ્રણી નીતિનભાઇ ભારદ્વાજ, ધારાશાસ્ત્રી અંશભાઇ ભારદ્વાજ, શિક્ષણ સચિવ ડો. વિનોદ રાવ, જાણીતા કથાકાર શ્રી જીજ્ઞેશ દાદા, હરિપ્રસાદ સ્વામી, છત્રપાલસિંહ જાડેજા (સ્કોડ શો-રૂમ), ખોડલધામ ટ્રસ્ટી હંસરાજભાઇ ગજેરા, ધારાસભ્ય લાખાભાઇ સાગઠીયા, અરવિંદભાઇ રૈયાણી, ગોવિંદભાઇ પટેલ, નાગદાનભાઇ ચાવડા, બાબુભાઇ નસીત, મનસુખભાઇ રામાણી, મનીષભાઇ ચાંગેલા, શિક્ષાધિકારી કૈલા, કિરીટસિંહ પરમાર, નરેન્દ્રસિંહ ઠાકુર, ભાજપ પ્રમુખ કમલેશભઇ મીરાણી, સેનેટર લીલાભાઇ કડછા સહિતના ઉપસ્થિત રહ્યા હતાં. આયોજનને સફળ બનાવવા પ્રદેશ પ્રમુખ ભરતભાઇ ગાજીપરા, નીતિનભાઇ ભરાડ, અજયભાઇ પટેલ, ડી.વી. મહેતા, અવધેશભાઇ કાનગડ, ડી.કે. વાડોદરીયા, જયદીપભાઇ જલુ, હસુભાઇ માલાણી, પુષ્કરભાઇ રાવલ, રાજેશભાઇ મહેતા, રાજેશભાઇ ઉપાધ્યાય, વિનુભાઇ શંખલીયા, ભાર્ગવભાઇ મયાત્રા, જગદીશભાઇ દોંગા, વિનોદભાઇ પટેલ, પરેશભાઇ, ચેતનભાઇ ટાંક, રઘુવીરસિંહ, અરૂણભાઇ સુરાણી, હાજીભાઇ ડોડીયા, અંશભાઇ ગાજીપરા સહિતના જહેમત ઉઠાવે છે.

(3:41 pm IST)