Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

શુક્રવારે આવતા રાષ્ટ્રપતિ માટે વોકાર્ડ હોસ્પીટલ રીકવીઝટ કરતુ તંત્રઃ કાર્ડીયોલોજી ડીપાર્ટમેન્ટ લેવાયો

શુક્રવારે બપોરે રામનાથ કોવીંદજી આવી પહોંચશેઃ કુલ પ હેલીકોપ્ટર એરપોર્ટ પર તૈનાત

રાજકોટ, તા., ૨૩: દિવ ફેસ્ટીવલ સંદર્ભે ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવીંદજી ત્રણ દિવસની મુલાકાતે આવી રહયા છે. દરમિયાન શુક્રવારે બપોરે ૧ર.૧૦ કલાકે તેઓ રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચશે. માત્ર ૧૦ મીનીટની આ ટ્રાન્ઝીસ્ટ વીઝીટ સંદર્ભે કલેકટર-સીવીલ હોસ્પીટલ તંત્ર અને પોલીસ તંત્ર સુરક્ષા મેડીકલ અને અન્ય સુવિધા અંગે તડામાર તૈયારીઓ કરી રહયું છે.

મળતી વિગતો મુજબ રાષ્ટ્રપતિજી માટે સીવીલ હોસ્પીટલમાં ટ્રોમા સેન્ટર ખાતે ૪ રૂમની આખી હોસ્પીટલ બનાવાઇ ઉપરાંત શહેરની કાલાવડ રોડ પરની ખાનગી વોકાર્ડ હોસ્પીટલ પણ સીવીલ હોસ્પીટલના તંત્રે રીકવીઝીટ કરી લેવાઇ છે. આરએમઓ  શ્રી ચાવડાએ અકિલાને જણાવેલ કે વોકાર્ડ હોસ્પીટલ લેવાઇ છે, કાર્ડીયોલોજી ડીપાર્ટમેન્ટ લેવાયો છે, વોકાર્ડના સ્પેશ્યલ ડોકટરો અને મેડીકલ સ્ટાફ આ બાબતે ખાસ તૈનાત રહેશે. તા.ર૮ મી સુધી આમ રહેશે.

(3:10 pm IST)