Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

રાજકોટ 'ઝૂ'માં પ્રાણીઓને ટાઢોડામાં ગરમાવોની મોજ

રાજકોટ : શહેરનાં પ્રધ્યુમન પાર્ક ઝૂ માં આ કડકડતી ઠંડીમાં રક્ષણ આપવા માટે મ.ન.પા.નાં તંત્ર વાહકોએ ખાસ વ્યવસ્થાઓ કરાઇ છે. તસ્વીરમાં દિપડા-સિંહ-વાઘ જેવા પ્રાણીઓ માટે લાકડાાઓની આડશો તથા સાપ વગેરે જેવા સરીશ્રુપો માટે ગરમ માટલા હરણ વગેરે માટે સુકા ઘાસ પથારી સહિતની વ્યવસ્થાઓ કરાઇ છે. ઝૂ માં કુલ પ૪ પ્રજાતીનાં ૪પ૦ જેટલા પશુ-પ્રાણી અને પક્ષીઓ રાખવામાં આવ્યા છે. જેના માટે શિયાળો, ઉનાળો અને ચોમાસુએ ઋતુઓ મુજબ રક્ષણની વ્યવસ્થા તંત્ર વાહકો દ્વારા કરવામાં આવે છે.

(3:10 pm IST)