Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

યાજ્ઞીક રોડ પર ક્રિકેટનો સટ્ટો રમાડતો રવિ જીંજુવાડીયાને ક્રાઇમ બ્રાંચે દબોચ્યો

ફલેટમાંથી રૂ. ૯ હજારની કિંમતની દારૂની છ બોટલ મળી આવતા કબ્જે

રાજકોટ, તા., ૨૩: યાજ્ઞીક રોડ વિદ્યાનગર શેરી નં. ૧માં આવેલા એપાર્ટમેન્ટમાં ક્રાઇમ બ્રાંચે દરોડો પાડી ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા શખ્સને પકડી લીધો હતો અને ફલેટમાંથી દારૂની છ બોટલ મળી આવતા કબ્જે કરાઇ છે.

મળતી વિગત મુજબ યાજ્ઞિક રોડ પર વિદ્યાનગર શેરી નં. ૧માં આવેલા રૂષભ એપાર્ટમેન્ટ ફલેટ નં. રમાં એક શખ્સ ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતો હોવાની ક્રાઇમ બ્રાંચના એ.એસ.આઇ. જયેશભાઇ, મહેન્દ્રસિંહ તથા ચેતનસિંહને બાતમી મળતા પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. વી.જે. જાડેજા, એ.એસ.આઇ. રાજદીપસિંહ, હિતેન્દ્રસિંહ, ભરતસિંહ તથા સ્નેહભાઇ સહિતે દરોડો પાડી ફલેટ નં. રમાં ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા રવિ ચંદુભાઇ જીંજુવાડીયા (ઉ.વ.ર૭) ને પકડી લીધો તો. બાદ તલાશી લેતા રૂ. ૯૦૦૦ ની કિંમતની દારૂની છ બોટલ મળી આવતા પોલીસે દારૂનો જથ્થો એક મોબાઇલ તથા રૂ. ૧પ૦૦ રોકડ સહિત રૂ. ૧૩,પ૦૦ની મતા કબ્જે કરી હતી.

(3:09 pm IST)