Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

પુનીતનગરના ટાંકા પાસે રોહિત રાઠોડના મકાનમાં ક્રાઇમ બ્રાંચનો દરોડો : ઘોડી પાસા રમતા દસ પકડાયા

મકાન માલીક રોહિત, જયેશ, અમીત, કેતન, રફીક, દેવસંગ ઉર્ફે દેવો, અમીન, મામદ, કિશોર જાદવ ઉર્ફે રાજની ધરપકડ : ક્રાઇમ બ્રાંચના પ્રતાપસિંંહ ઝાલા, એભલભાઇ બરાલીયા અને પુષ્પરાજસિંહને બાતમી

રાજકોટ, તા. ર૩ :  શહેરના ગોંડલ રોડ પર પુનિતનગરના ટાંકા પાસે ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે મકાનમાં દરોડો પાડી મકાન માલીક સહિત દસ શખ્સોને ઘોડી પાસાનો જુગાર રમતા પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ ગોંડલ રોડ પર પુનીતનગરના ટાંકા પાસે એક મકાનમાં કેટલાક શખ્સો જુગાર રમતા હોવાની ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સ. પ્રતાપસિંહ ઝાલા, એભલભાઇ બરાલીયા અને પુષ્પરાજસિંહ જાડેજાને બાતમી મળતા પી.આઇ.વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ. એમ.વી. રબારી, એ.એસ.આઇ. જયેન્દ્રસિંહ પરમાર, હેડ કોન્સ. પ્રતાપસિંહ ઝાલા, દિગ્વિજયસિંહ જાડેજા, હરદેવસિંહ જાડેજા, જગદીશભાઇ મેવાડા, કોન્સ. એભલભાઇ બરાલીયા, પુષ્પરાજસિંહ જાડેજા તથા સોકતભાઇ ખોરમ સહિતે પુનીતનગર પાણીના ટાંકાન પાસે મકાનમાં દરોડો પાડી ઘોડીપાસાનો જુગાર રમતા રોહિત રાજુભાઇ રાઠોડ (ઉ.વ.૩પ), જયેશ રાજુભાઇ રાઠોડ, (ઉ.વ.૩૬) (રહે. સાધુવાસવાણી રોડ રપ વારીયા કવાર્ટર), રૂખડીયા, મફતીયાપરાના અમીત જગદીશભાઇ લશ્કરી (ઉ.વ.૩૦) સાધુવાસવાણી રોડ ઇન્ડીયન પાર્કના કવાર્ટરના કેતન મનસુખલાલભાઇ અમલાણી (ઉ.વ.૪પ), ભગવતીપરાના રફીક જુસબભાઇ મકવાણા (ઉ.વ.૪૬), રૈયા રોડ, ગાંધીગ્રામના દેવસંગ ઉર્ફે દેવો વિરસંગ ઉર્ફે અશોકભાઇ સોલંકી (ઉ.વ.૩પ) રૈયા રોડ ધરમનગર આવાસ યોજના કવાટર્સ કવાર્ટર નં. ૮૧૯ના અમીત જદુરભાઇ શીશાંગીયા (ઉ.વ.ર૭), બેડીપરાના મામદ અલ્લારખાભાઇ ઠેબા (ઉ.વ.પ૮), લક્ષ્મીનગર શેરી નં. ૩ના કિશોર દેસરભાઇ ભટ્ટી (ઉ.વ.પ૩) અને સાધુવાસવાણી રોડ રપ વારીયા કવાર્ટરના જાદવ ઉર્ફે રાજુ લાલજીભાઇ વાઘેલા (ઉ.વ.૪ર) ને પકડી લઇ રૂ. ૩ર,૭૬૦ ની રોકડ સહિતની મતા કબ્જે કરી કાર્યવાહી કરી હતી.

તીનખેતીનો જુગાર રમતા પાંચ પકડાયા

ગાંધીગ્રામ પોલીસ મથકના પીઆઇ. કે.એ. વાળાના માર્ગદર્શન હેઠળ એ.એસ. આઇ. એમ. વી. લુવા તથા હેડ કોન્સ. સંજયભાઇ કુમાર રખાણીયા સહિતે પેટ્રોલીંગ દરમિયાન બાતમીના આધારે જામનગર રોડ પરાપીપળીયા એકતા સોસાયટી સામે કવાર્ટર પાસે જાહેરમાં તીનપતીનો જુગાર રમતા દીલીપસિંહ પ્રતાપસિંહ ઝાલા, ચેતન કિશોરભાઇ ભાવસાર, અબ્દુલ ઓસમાણભાઇ મુસાણી, ઇકબાલ આમદભાઇ શેખ અને નરશી ભીખાભાઇ વાઘેલાને પકડી લઇ કાર્યવાહી કરી હતી.

(3:07 pm IST)