Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

યુવાનોએ નિર્વ્યસની બની ગાય આધારિત ખેતી તરફ વળવું જોઈએ

 ખેતીથી દુર ભાગવાના યુવાનોના સ્વાભાવિક કારણો

(૧) છોકરો કંઈ કરતો નથી.માત્ર ખેતી જ કરે છે.તેવી છાપ ઊભી થઈ જવાને કારણે કોઈ છોકરી આપતું નથી.(૨)ખેતી વરસાદ આધારિત છે.દ્યણી વખત કુદરતી આફતને કારણે પણ ઉત્પાદન નિષ્ફળ જાય છે.(૩)રાસાયણિક ખેતી ખર્ચાળ બની ગઈ છે.(૪)ગાય આધારિત ખેતી પોસાય તેમ નથી (૫)આ સિવાયના બીજા ઘણા કારણો હશે

 ખાસ કરીને પાટીદાર સમાજમાં  એવી માનસિકતા ઊભી થઈ ગઈ છે કે.ખેતી જોઈએ છે પણ છોકરી ખેતી કરશે નહિ.દરેક મા-બાપ પોતાના છોકરા કે છોકરીનું ભવિષ્ય સારું જ ઇચ્છતા હોય છે. શહેરમાં છોકરાનું વ્યવસ્થિત ગોઠવાઈ જાય તે માટે મા-બાપ મને કમને ગામડામાં થોડીક ખેતી વેચીને શહેરામાં દુકાન અને મકાન ખરીદ કરીને ધંધો કરે છે. આમ કરવામાં કંઈ ખોટું પણ નથી.ધંધો સારો ચાલે તો ખુબજ સારી વાત છે.પરંતુ જો ધંધો સારો ન ચાલે તો વધારે મુશ્કેલી ઊભી થઈ જાય છે. આવી પરિસ્થિતિમાં યુવાનો અને યુવતીઓ જો કોઈપણ પ્રકારનો સંકોચ અનુભવ્યા વગર.ખેતીને એક પ્રકારની દુકાન, ફેકટરી કે કારખાનુ સમજીને જો તેમાં કામ કરેતો સમય જતાં સારું ગોઠવાઈ જાય છે.

૧૯ વર્ષના જાડેજા વિરેન્દ્રસિંહની યુવાનોને પ્રેરણાઃ

જો ધંધો કે નોકરી સારી હોય તો ખેતીનો સાઈડ બિઝનેસ તરીકે ઉપયોગ કરી શકાય.પરંતુ જો કામ  ધંધો ન હોય.બેકારીનો સમય ચાલતો હોય તો યુવાનોએ પોતાની યુવાનીને બેકારીમાં વેડફવાને બદલે પોતાની ખેતીને મુખ્ય વ્યવસાય તરીકે સ્વીકારીને ખેતી તરફ વળવું જોઈએ.તેવી યુવાનોને પ્રેરણા ૧૯ વર્ષના વિરેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ જાડેજાએ આપેલી છે.મોરબી નજીક આવેલા કુંભારીયા  ગામના જાડેજા વિરેન્દ્રસિંહએ પોતાની યુવાનીને બેકારીમાં વેડફવાને બદલે પોતાના બાપદાદાની ખેતી અને પશુપાલનના ધંધામાં જોડાઇને માત્ર રોજી રોટી નહિ પરંતુ આર્થિક અને સામાજિક પ્રગતિ પણ કરી શકાય છે. તેવો નિર્ણય કરીને પોતાની ૪૦ અને બીજાની ૪૦ વિદ્યા જેટલી જમીનમાં ગાય આધારિત ઓર્ગેનિક ખેતી કરવાનું શરૂ કરી દીધું. સામાન્ય રીતે આજના યુવાનો ખેતીથી દૂર ભાગે છે. એટલે જ ખેતી પણ યુવાનોથી દુર થઈ ગઈ છે.

 વિરેન્દ્રસિંહ કહે છે કે પોતે રેગ્યુલર કોલેજ કરતા કરતા પણ ખેતી કરે છે.કારણ કે હવે પહેલાની જેમ ખેતી મહેનત વાળી  કે અઘરી નથી. આધુનિક સાધનો આવી ગયા છે. લાઈટ અને પાણીની વ્યવસ્થા પણ સારી થઈ ગઈ છે. સહકારી મંડળી માંથી ધિરાણ પણ મળી રહે છે. યુટયુબ અને  ગુગલ પરથી પણ ખેતીલાયક ઘણી બધી ઉપયોગી માહિતી મળી રહે છે.સરકારશ્રી અને સેવાભાવી સંસ્થાઓ ખેતીને લગતા અનેક પ્રકારના કાર્યક્રમો, આયોજનો અને મીટીંગો પણ કરે છે. તેમાંથી પણ ઘણી સરસ માહિતી મળતી રહે છે.

વિરેન્દ્રસિંહની ત્રણ પેઢીનો સમગ્ર પરિવાર સાથે મળીને ઉંમર અને શકિત પ્રમાણે ખેતીનું કામ કરીને સારી એવી બચત પણ કરી શકે છે. આખા વર્ષમાં સિઝનમાં એક,બે કે ત્રણ પાક મળી રહે છે.જો પાક નિષ્ફળ જાય તો પાક વિમો પણ મળે છે. આમ ખાધા ખોરાકી માંથી આપણે જતા નથી.વળી સમગ્ર પરિવાર એકસાથે કામ કરી શકે છે તે ખૂબ જ સારી વાત છે. આખું વર્ષને આખો દિવસ દરરોજ કામ કરવું પડતું નથી. સિઝન પૂરી થયા પછી  હરવા ફરવા માટે વેકેશન જેવો ઘણો સમય પણ મળી રહે છે.આ નવરાશના સમયમાં ખેતીને લગતો સાઈડમાં બીજો વ્યવસાય પણ કરી શકાય છે. વીરેન્દ્રસિંહ જાડેજાએ અમદાવાદ સ્થિત બંસી ગીર ગૌશાળા દ્વારા બનાવવામાં આવેલા ગો-કૃપા અમૃતમનો  ઉપયોગ કરીને ગાય આધારિત ખેતી કરવા માટે ૮ ગીર ગાય અને ૧૨ જેટલી દેશી ગાયોને પાળીને પશુપાલનનો વ્યવસાય પણ સ્વીકારેલો છે.ગાયોને દોવાનું કામ પણ પોતે જાતેજ કરે છે.ગાય આધારિત ખેતી કરીને રાસાયણિક ખેતીથી થતો ખર્ચ અને જમીનની ફળદ્રુપતા બચાવી શકાય છે. ગાય આધારિત ઓર્ગેનિક ખેતીને કારણે આપણા પરિવારને શુદ્ઘ, સાત્વિક અને સ્વાદિષ્ટ દૂધ,છાસ,ઘી,શાક-ભાજી અને અનાજ આપણા જ ખેતર માંથી મળી રહે છે. ઓર્ગનીક ખેતીના પાકનો ભાવ પણ સારો મળી રહે છે.અમારો પરીવાર સંપૂર્ણ પણે નિર્વ્યસની છે.સમાજના વડીલો અમારી સામે આંગળી ચીંધી જાય તેવી કોઈપણ પ્રકારની મિત્રો સાથે અમે રાત્રે ખેતરમાં પાર્ટીઓ પણ કરતા નથી.જાડેજા વિરેન્દ્રસિંહમાંથી યુવાનોએ પ્રેરણા લીધા જેવી ખરી.

જાડેજા વિરેન્દ્રસિંહ દ્યનશ્યામસિહ

મો.૯૭૧૪૬૨૬૦૭૦

મોરબી કુંભારીયા

લેખકઃ અશ્વિન ભુવા

મો.૮૩૨૦૫૫૬૦૧૨

૯૪૨૮૮૮૯૫૬૦

(3:04 pm IST)