Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

એક એવું વ્હોટ્સએપ ગ્રુપ જે કરે છે બ્લડ ડોનેશન અને પ્લાઝમા ડોનેટનું કામઃ ૨૭મીએ રકતદાન કેમ્પ

આરજે નિમિત અને ઉમંગ કોયાણીનું આ ગ્રુપ આજે ૧૦ હજાર લોકોનો પરિવાર બની ગયું છેઃ લોકોની મદદ માટે સતત સક્રિય રહેવાનો પ્રયાસઃ ૧૭થી વધુ પ્લાઝમા ડોનેટ થયા

રાજકોટ તા. ૨૩: કોરોનામાંં સ્વજન ગુમાવ્યાનું દુઃખ આખી જિંદગી રહેશે, પણ એ જાણી ને સંતોષ છે કે માણસાઈ હજી જીવિત છે, રાજકોટમાં એક એવું વ્હોટ્સએપ ગ્રુપ કાર્યરત છે કે જેના કારણે લોકોને તરત જ લોહી મળી રહે છે અને આ ગ્રુપ દ્વારા હાલના સંજોગોમાં ખુબ જરૂરી એવી પ્લાઝમા ડોનેટની સેવાકીય પ્રવૃતિ પણ થઇ રહી છે. આ ગ્રુપ દ્વારા ૨૭મીએ સવારે ૯:૩૦ કલાકે શાસ્ત્રી મેદાન સામે રેડ ક્રોસ બ્લડ બેંક ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.

રેડિયો જોકી-આરજે નિમિત અને મિત્ર ઉમંગ કોયાણીએ ઘરના સભ્યો અને મિત્રો માટે લોકડાઉંન દરમ્યાન એક વ્હોટ્સએપ ગ્રુપ બનાવાયું હતું. જોત જોતામાં આ ગ્રુપ વધતુ ગયું અને આજે એ ગ્રુપ મહાકાય ૧૦,૦૦૦ લોકોનો એક પરિવાર બની ગયું છે. આ ગ્રુપમાં ફકત ખાત્રી કરેલા સમાચાર અને પરવાનગી હોય એવા સમાચાર પત્રો જ પોસ્ટ થાય છે. આ કારણે વિશ્વાસપાત્ર પણ બન્યું છે. માહિતી સિવાય આ ગ્રુપમાં લોકોના સાથ અને સહકારથી રાજકોટના લોકોને મદદ થાય એવી પ્રવૃતિઓ પણ કરવામાં આવી રહી છે.

રાજકોટ મહાનગર પાલિકા દ્વારા અપાતી માહિતી એક વિશિષ્ટ એપ્લિકેશનની મદદથી ગ્રુપ તથા રાજકોટ માટે ૨૪*૭ કાર્યરત કરવાનો પ્રયાસ કરે છે. જેમાં રાજકોટની કોરોના હોસ્પિટલની વિગતો, ડોકટર/હોસ્પિટલ અધિકારીના કોન્ટેકટ નંબર, કોરોનાના કોલ સેન્ટર અને અધિકારીના નામ તથો નંબર, કોરોના ટેસ્ટના અર્બન હેલ્થ સેન્ટરની વિગતવાર માહિતી અધિકારી ડોકટરના નામ નંબર સાથે વોર્ડ વાઈઝ માહિતી સામેલ હોય છે. છેલ્લી ઘડીએ દોડા-દોડી ના થાય અને એક જ મેસજથી તમામ માહિતી મળી જાય એવી વ્યવસ્થા એપ્લિકેશન દ્વારા ગોઠવેલી છે.

પ્લાઝમા ડોનેશનમાં આ ગ્રુપના મેમ્બર સિવાય રાજકોટના બીજા દ્યણા લોકો પણ સેવાનો લાભ લઇ ચુકયા છે. મેસેજ આવતાની સાથે આ ગ્રુપની અંદર પોસ્ટ કરતાની સાથે રાજકોટના જે લોકો પ્લાઝમા ડોનટ કરવા સક્ષમ હોય એ પેશન્ટ ના પરિવારનો સામે થી સંપર્ક કરે છે. આમ કરતાં આજ સુધીમાં ૧૭ થી વધુ પ્લાઝમા ડોનટ થયા છે.

આ ગ્રુપ ૨૭મીએ રવિવારે સવારે ૯.૩૦ વાગ્યાથી શાસ્ત્રી મેદાન સામે રેડ ક્રોસ બ્લડ બેંકમાં બ્લડ ડોનેશન કેમ્પ યોજી રહ્યું છે. આ પેહલો એવો બ્લડ ડોનેશન કેમ્પ છે જે વ્હોટ્સએપ વડે અને વ્હોટ્સએપ મિત્રો દ્વારા યોજાયો છે. બ્લડ ડોનેશન જેવા ભગીરથ કાર્યને સફળ બનાવવા ગ્રુપના મેમ્બર્સનો સંપૂર્ણ પણે સહયોગ મળ્યો છે. તેમજ ગ્રુપ એડમીન આરજે નિમિત અને ઉમંગ કોયાણી આ બ્લડ ડોનેશનમાં વધુ ને વધુ લોકો જોડાય એ માટે પ્રયત્નશીલ છે. જે એરિયામાં પાંચથી વધુ લોકો રકતદાન માટે માટે રેજિસ્ટ્રેશન કરાવશે. એમના નજીકના એરિયામાં બ્લડ વેન પહોંચાડવામાં આવશે. વધુ માહિતી માટે ૯૮૭૯૪૨૨૦૦૩ અથવા ૯૬૬૨૭ ૨૮૬૫૧ પર સંપર્ક કરવા જણાવાયું છે.

(3:03 pm IST)