Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

નટરાજનગરની પરીણીતાના આપઘાત કેસમાં પતિના જામીન મંજુર કરતી કોર્ટ

રાજકોટ, તા., ૨૩: રાજકોટ મુકામે રાજીવ ગાંધી આવાસ યોજના કવાર્ટર, નટરાજનગરમાં દરબાર યુવતીએ કરેલ આપઘાતના કેસમાં તેના પતિને જામીન પર મુકત કરવાનો સેશન્સ કોર્ટ હુકમ કર્યો હતો.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે ગઇ તા.રપ-૬-ર૦ર૦ ના રોજ ફરીયાદી કુલદીપસિંહ ભાવુભા ચૌહાણ, રહે. ખોડીયાર નગર, ગોંડલ, જી.રાજકોટ વાળાની બહેન સેજલબાને રાજીવ ગાંધી આવાસ યોજના કવાર્ટર, સી-વીગ, બ્લોક નં. ૪૧પ, નટરાજનગર, સાધુ વાસવાણી રોડ રાજકોટ પોતાના ઘરે ચોથા માળેથી કુદી જઇ સારવાર દરમ્યાન મરણ જતા આપઘાતની ફરીયાદ તા.ર૬-૬-ર૦ર૦ના રોજ રાજકોટ ગાંધીગ્રામ-ર (યુની.) પોલીસ સ્ટેશનમાં આરોપી પતિ -યશપાલસિંહ ભરતસિંહ વાઘેલા તથા સાસુ-રસીકબા ભરતસિંહ વાઘેલા વિરૂધ્ધ  નોંધાવેલ હતી.

ઉપરોકત ફરીયાદમાં ગાંધીગ્રામ-ર (યુની.) પોલીસ સ્ટેશને ઉપરોકત આરોપીને અટક કરી તેમની સામે નીચેની કોર્ટમાં ચાર્જશીટ રજુ કરેલ હતું.

ઉપરોકત ફરીયાદમાં મરણ જનારના સાસુ રસીકબા ભરતસિંહ વાઘેલા અટક થઇ જતા અને તેઓની સામેનું ચાર્જશીટ કોર્ટમાં રજુ થઇ ગયા બાદ જામીન પર છુટવા માટે સેસન્સ કોર્ટમાં જામીન અરજી કરેલ હતી. જે જામીન અરજી નામંજુર થતા ગુજરાત હાઇકોર્ટે જામીન પર મુકત કરેલ ત્યાર બાદ પેરેટીના મુદાસર મરણજનારના પતિ યશપાલસિંહ ભરતસિંહની જામીન અરજી સેસન્સ કોર્ટમાં કરતા સેસન્સ કોર્ટે રૂ. ૧૦,૦૦૦ના જામીન પર મુકત કરવાનો હુકમ કરેલ હતો.

આ કામના આરોપી યશપાલસિંહ ભરતસિંહ વાઘેલા તરફે એડવોકેટ અભય ભારદ્વાજ એન્ડ એસોસીએટસના એડવોકેટશ્રી અંશ ભારદ્વાજ, દીલીપ પટેલ, ધીરજ પીપળીયા, ગૌતમ પરમાર, અમૃતા ભારદ્વાજ, વિજય પટેલ, કલ્પેશ નસીત, રાકેશ ભટ્ટ, કમલેશ ઉધરેજા, જીજ્ઞેશ વિરાણી, શ્રીકાંત મકવાણા, જીતેન્દ્ર કાનાબાર, તારાક સાવંત, કિશન ટીલવા, ચેતન પુરોહીત, શ્રેયસ શુકલ, જીજ્ઞેશ લાખાણી, નીલ શુકલ, નૈમીશ જોશી, યોગી ત્રિવેદી, અબ્દુલ સમા, અનીતા રાજવંશી રોકાયા હતા.

(3:00 pm IST)