Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

ફાયર વિભાગે હવે શાળા-કોલેજ સામે ધોકો પછાડયોઃ ૨૦ને નોટીસો

૧૫૦ ફુટ રીંગ રોડ, જામનગર રોડ, ૮૦ ફુટ રોડ, કાલાવડ રોડ, કોઠારિયા રોડ સહિતનાં વિસ્તારોમાં ફાયર સેફટી એન.ઓ.સી રિન્યુ કરાવા તાકીદ

રાજકોટ,તા. ૨૨: શહેરની ઉદય કોવિડ હોસ્પિટલના અગ્નિકાંડ બાદ શહેરની તમામ હોસ્પિટલો, એપાર્ટમેન્ટ, કલાસીસ, સાયબર કાફે, પેટ્રોલ પંપ વગેરેમાં ફાયર સેફટી સાધનોનું કડક ચેકીંગ કરાઇ રહયું છે. ત્યારે આજે ૨૦ શાળા-કોલેજોમાં ફાયર સેફટીના એન.ઓ.સી. રીન્યુ ન થયેલ હોય તે અંગે નોટીસો અપાઇ હતી.

આ અંગે ચીફ ફાયર ઓફિસરની યાદીમાં જણાવાયા મુજબ ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ રાજકોટ દ્વારા ફાયર સેફટીની કાર્યવાહી અન્વયે આજે નીચે મુજબ શહેરના વિવિધ વિસ્તારોમાં ૨૦ શાળા-કોલેજોમાં ફાયર એન.ઓ.સી. રીન્યુ ન થયેલ હોય તેને નોટીસ આપવામાં આવેલ છે.

જેમાં કે.જી.ધોળકિયા સ્કૂલ  બાલાજી હોલ ૧૫૦ ફૂટ રીંગ રોડ મવડી ,  શ્રી કૈલાસ વિદ્યાલય   ન્યુ કેદારનાથ સો. ૮૦ ફૂટ રોડ ,  શ્રી દર્શન ઇગ્લીંશ માધ્યમ સ્કૂલ  ગાંધીગ્રામ રૈયા રોડ ,  શ્રી સત્યપ્રકાશ માધ્યમિક શાળા  ૪-બજરંગવાડી જામનગર રોડ ,   શ્રી લાભુભાઇ ત્રિવેદી ઇન્સ. ઓફ એન્જી. એન્ડ ટેકનોલોજી  કાલાવડ રોડ ,  શ્રી અમૃત વિદ્યામંદિર   નવલનગર-૩ કૃષ્ણનગર-૧ ,   લિટલ સ્ટાર ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ભૂમિકા ગુજરાતી મીડિયમ સ્કૂલ -૧+૧=૨  ભાવનગર રોડ ,  શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠ    કોઠારીયા રોડ ,  સનફ્લાવર ઇંગ્લિશ સ્કૂલ  ભકિત સર્કલ ૮૦ ફિટ રોડ ,  ટી. એન. રાવ સ્કૂલ ફોર ગર્લ્સ   એમ.સી.એ. ભવનની પાછળ યુની.રોડ ,  જય ઇન્ટરનેશનલ સ્કૂલ  કાલાવડ રોડ ,  શ્રી રાજમંદિર કોમ્પ્યુટર વિધાલય  ભવાની ચોક શિયાણીનગર કોઠારીયા રોડ ,  પ્રિમિયર સ્કૂલ  કેરાલા પાર્ક ગંગોત્રી પાર્ક મે. રોડ ,  સત્યમ પબ્લીક સ્કૂલ  સતનામ પાર્ક જુનો મોરબી રોડ ,  સ્વ. શ્રી એસ.જી. ધોળકીયા મેમો. હાઇસ્કૂલ  ૧-મનહર પ્લોટ ગોંડલ રોડ ,  શકિત હાયર સેકન્ડરી સ્કૂલ  જલારામ-૨ શિવ સંગમ સો. સૌ.યુની. રો.,  એકેડમીક બિલ્ડીંગ -૨   મુંજકા ,  પાઠક વિદ્યામંદિર   ગૌતમનગર ઇંદ્રપ્રસ્થનગર રેલ્વે લાઇન ,  નોર્થ સ્ટાર સ્કૂલ  મોટામવા ,  ધ સ્કૂલ ઓફ સાયન્સ   કાલાવડ રોડ વગેરેનો સમાવેશ થાય છે.

(2:57 pm IST)