Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

ગુજરાત હાઇકોર્ટ દ્વારા ૪૦ ન્યાયાધીશોની બદલી રાજકોટ શહેર - જિલ્લાના ૧૭ જજોની આંતરિક બદલીઓ

રાજકોટના ન્યાયાધીશોને રાજકોટમાં જ રાખ્યા : કોર્ટ નંબર બદલાયા

રાજકોટ તા. ૨૩ : ૧૭ સહિત રાજયના ૪૦ જજની ગુજરાત હાઈકોર્ટે એક સામટે બદલીના હુકમ મોડી રાત્રિના કર્યા છે તેમાં જુનાગઢ, આણંદ, ભરૂચ સહિતના જજની બદલી કરવામાં આવી છે.

રાજકોટના બીજા એડી. જજ આર. એલ ઠકકરની એડી.સેશન્સ જજ રાજકોટ, કે.ડી દવેની બીજા એડી.જજ, વી.કે. પાઠકની ૩જા એડી.જજ, ડી.એ વોરાની ૪થા એડી.જજ, એચ.પી મહેતાની પાંચમાં એડી.જજ, એ.વી.હીરપરાની ૬ઠા એડી. જજ, પ્રશાંત જૈનની ૭માં એડી.જજ, રાહુલ પ્રતાપસિંઘ રાધવની ૮મા એડી. જજ, આર.આર. ચૌધરીની ૯માં એડી. જજ, ડી.કે.દવેની ૧૦માં એડી.જજ, એચ. એમ.પવારની ૧૧માં એડી.જજ, પી. એન.દવેની ૧૨માં એડી.જજ, પી.એમ.ત્રિવેદીની ૧૪માં એડી.જજ, બી. બી.જાદવની ૧પમાં એડી. સેશન્સ જજ તરીકે રાજકોટમાં જ બદલી કરવામાં આવી છે. વંથલીના બીજા એડી.જજ પી.જી. વ્યાસની એડીશનલ જજ વંથલી, કેશોદના સુચિત દવેની બીજા એડી.જજ, જૂનાગઢના ટી.ડી.પાડીયાની ૩જા એડી. જજ તરીકે બદલી કરવામાં આવી છે.

આ ઉપરાંત વિસાવદરના વી.જી. ત્રિવેદીની વેરાવળ, ધોરાજીના એચ.એ. દવેની લુણાવાળા, રાજકોટ ફેમિલી કોર્ટના એન. કે. પરીખની જૂનાગઢ ફેમિલી કોર્ટના પ્રિન્સપલ જજ, જૂનાગઢના પાંચમાં એડી જજ પી.એમ. સયાણીની વિસાવદરના ૪થા એડી.જજ અને રાજકોટના ૧૪માં એડી.જજ રાહુલ શર્માની ધોરાજીના ૧૩માં એડી. જજ તરીકે બદલી કરવામાં આવી છે.

(2:56 pm IST)