Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

વિદેશી દારૂના અનેક ગુનામાં સામેલ મનસુખ ઉર્ફે ટીનો અને વિપુલ પાસામાં

આજી ડેમ પોલીસે વોરંટની બજવણી કરી : બંનેને અમદાવાદ જેલમાં ધકેલી દીધા

રાજકોટ તા. ૨૩ : શહેરના આજીડેમ પોલીસ મથક હેઠળના વિસ્તારમાં વિદેશી દારૂના અનેક ગુનામાં સામેલ બે શખ્સોને પાસામાં ધકેલી દીધા છે.

મળતી વિગત મુજબ આજીડેમ પોલીસ મથક હેઠળના વિસ્તારમાં વિદેશી દારૂના અનેક ગુનામાં સામેલ મનસુખ ઉર્ફે ટીનો ચનાભાઇ જાદવ (ઉ.વ.૨૮) (રહે. પીઠડઆઇ સોસાયટી, આજીડેમ ચોકડી પાસે) અને વિપુલ ગોવિંદભાઇ ચૌહાણ (ઉ.વ.૨૭) (રહે. માંડાડુંગર પીઠડઆઇ સોસાયટી)ને પાસામાં ધકેલવા માટે પીસીબી શાખાના ઇન્ચાર્જ પી.આઇ. આર.વાય.રાવલ, હેડ કોન્સ. રાજુભાઇ દેહકવાલ, શૈલેષભાઇ રાવલ, કોન્સ. ઇન્દ્રજીતસિંહ સિસોદીયા, રાહુલગીરી ગોસ્વામી તથા મનીષાબેને દરખાસ્ત કરતા પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલે વોરંટ ઇશ્યુ કરતા આજીડેમ પોલીસ મથકના પીઆઇ વી.જે.ચાવડા, એ.એસ.આઇ. જાવેદભાઇ રીઝવી, કોન્સ. સ્મિતભાઇ વૈષ્નાની સહિતે મનસુખ ઉર્ફે ટીનો જાદવ અને વિપુલ ચૌહાણની પાસા હેઠળ અટકાયત કરી બંનેને અમદાવાદ જેલમાં ધકેલી દીધા હતા.

(2:56 pm IST)