Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતો વિવેક નાગર ઝડપાયો

ગાંધીગ્રામ પોલીસે નિર્મલા રોડ પરથી ઝડપી લીધો

રાજકોટ તા. ૨૩ : શહેરના નિર્મલા રોડ પર ગાંધીગ્રામ પોલીસે એક શખ્સને ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા ઝડપી લીધો હતો. મળતી વિગત મુજબ ગાંધીગ્રામ પોલીસ મથકના પી.આઇ. કે.એ.વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ આર.એસ.પટેલ તથા હેડ કોન્સ. ખોડુભા જાડેજા સહિતે બાતમીના આધારે નિર્મલા રોડ પર આઇ.સી.આઇ.સી.આઇ. બેંક સામે મોબાઇલમાં એપ્લીકેશન ડાઉનલોડ કરી ક્રિકેટ મેચ પર સટ્ટો રમાડતા વિવેક અતુલભાઇ નાગર (ઉ.૨૯) (રહે. રત્નમ સોસાયટી, બ્લોક નં. ૧૨૦૪ ઘંટેશ્વર પાસે)ને પકડી લઇ રૂ. ૪૮૫૦ની રોકડ સહિત રૂ. ૧૯૮૫૦ની મત્તા સાથે પકડી લીધો હતો.

(2:55 pm IST)