Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

આજીડેમ ચોકડી પાસેથી ચોરાઉ રીક્ષા અને ૪ મોબાઇલ સાથે સંજયગીરી અને બકુલ પકડાયા

રીક્ષા ચોરી કરીને તે જ રીક્ષામાં મુસાફરોના મોબાઇલ સેરવી લેતા : ક્રાઇમ બ્રાંચે બંનને દબોચ્યા

રાજકોટ,તા. ૨૩: શહેરના આજીડેમ ચોકડી રવિવારી બજાર પાસેથી ક્રાઇમ બ્રાંચની ટીમે બાતમીના આધારે બે શખ્સોને ચોરાઉ રીક્ષા અને ચાર મોબાઇલ ફોન સાથે પકડી લીધા હતા.

મળતી વિગત મુજબ આજીડેમ ચોકડી પાસે બે શખ્સો ચોરાઉ રીક્ષા લઇને નીકળ્યા હોવાની ક્રાઇમ બ્રાંચના હેડ કોન્સ. વિક્રમભાઇ ગમારા, દેવાભાઇ ધરજીયા અને પ્રતાપસિંહ મોયાને બાતમી મળતા પીઆઇ. વી.કે. ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ પી.બી. જેબલીયા, હેડ કોન્સ. વિક્રમભાઇ, અંશુમાનભાઇ ગઢવી, ક્રીપાલસિંહ જાડેજા , જીજ્ઞેશભાઇ મારૂ, પ્રતાપસિંહ મોયા તથા દેવાભાઇ ધરજીયા સહિતે આજીડેમ ચોકડી નજીક રવિવારી બજાર પાસેથી જીજે ૭વીવી ૭૧૫૨ નંબરની ચોરાઉ રીક્ષા સાથે સંજયગીરી ચમનગીરી ગોસ્વામી (ઉવ.૩૬) (રહે. કોઠારિયા સોલવન્ટ રસુલપરા શેર નં.-૧) અને તેનો મિત્ર બકુલ નથુભાઇ સોલંકી (ઉવ.૧૯) (રહે. ઘંટેશ્વર ૨૫ વારીયા કવાટર્સ પાસે જામનગર રોડ)ને પકડી લઇ તલાશી લેતા બંને પાસેથી ચાર ચોરાઉ મોબાઇલ ફોન મળી આવ્યા પુછપરછ કરતા બંનેએ આ મોબાઇલ દોઢેક માસ પહેલા આજીડેમ રવિવારી બજારામંથી બે રાહદારીના બે મોબાઇલ અને બે મોબાઇલ રીક્ષામાં પેસેન્જરની નજર ચુકવી સેરવી લીધા હોવાની તેમજ રીક્ષા ચાર દિવસ પહેલા કોઠારીયા મેઇન રોડ શ્રી હરિ ઓટો ગેરેજ પાસેથી ચોરી કર્યાની કબુલાત આપી હતી. સંજયગીરી અગાઉ ભકિતનગર, એડીવીઝન અને આજીડેમ પોલીસ મથકમાં દારૂ તથા જાહેરનામા ભંગના ગુનામાં પકડાઇ ચૂકયો છે.

(2:54 pm IST)