Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

મહાપાલીકાની રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પડતર પ્રશ્નોનો ઉકેલ લાવશેઃ કારોબારી બેેઠક

રાજકોટઃ મહાનગર પાલીકાની રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની કારોબારી બેઠક રાષ્ટ્રીય પ્રાથમીકતા શૈક્ષિક મહાસંઘના સૌરાષ્ટ્ર સંભાગના સંગઠનમંત્રીશ્રી મહેશભાઇ મોરીનાં માર્ગદર્શન હેઠળ યોજાયેલ. જેમાં રાજકોટ જીલ્લાના પ્રાથમીક શૈક્ષિક મહાસંઘ અધ્યક્ષશ્રી મુકેશભાઇ ડાંગર હાજર રહયા હતા. જેમાં સઘન સદસ્યતા અભિયાન અંગે આયોજન કરાયું. ૪૨૦૦ ગ્રેડ પેનાં નિર્ણયને વધાવવામાં આવ્યો. આગામી રચનાત્મક કાર્યોની રૂપરેખા તૈયાર  કરવામાં  આવી. શિક્ષકોના મુંઝવતા પડતરપ્રશ્નો એચ.ટાટ માટેના પડતર પ્રશ્નો અંગે કાર્ય કરવા તથા આગામી રાજકોટ મહાનગરપાલીકાના તમામ શિક્ષક સુધી આ મહાસંઘે પહોંચવાનું આયોજન કરાયુ.

રાજકોટ મહાનગરપાલીકાના પ્રાથમીક શૈક્ષિક સંઘના સંયોજકશ્રી વનિતાબેન રાઠોડ, સંયોજકશ્રી વિશાલભાઇ રૂડકીયા, સંયોજકશ્રી જનકસિંહ જાડેજા તથા સંયોજકશ્રી મનિષાબેન ચાવડાને વિવિધ જવાબદારીઓ સોંપવામાં આવી હતી.

(2:53 pm IST)