Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

રાજકોટ જીલ્લા ભાજપ દ્વારા લોધીકા તાલુકામાં કાર્યકરોની મિટિંગ યોજાઇ

ખીરસરાઃ લોધીકા તાલુકાના ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોની મિટિંગનું આયોજન મેટોડા જીઆઇડીસી ડેકોરા ભવન ખાતે રાખેલ જેમાં  જીલ્લા ભાજપના મહામંત્રી તેમજ રાજકોટ લોધીકા કોટડાસાંગાણી તાલુકાના ચુંટણી ઇન્ચાર્જ નાગદાનભાઇ ચાવડા જીલ્લા ભાજપના ઉપપ્રમુખ મોહનભાઈ દાફડા રાજકોટના પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા તેમજ લોધીકા તાલુકા ભાજપના પ્રમુખ મુકેશભાઇ કમાણી મહામંત્રી દિલીપભાઈ કુગશીયા મોહનભાઈ ખુટ રાજકોટ જિલ્લા બેંકના ડિરેકટર વિરભદ્રસિહ જાડેજા તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ અનિરુદ્ઘસિહ ડાભી ગોપાલ સિંહ જાડેજા છગનભાઈ મોરડ વલ્લભભાઈ તારપરા મુકેશભાઈ તોગડિયા પંકજભાઈ ગમઢા પૂર્વ ઉપ પ્રમુખ ઉમેશભાઈ પાભર મનહરભાઈ બાબરીયા માવજીભાઈ સાગઠીયા હનુભા ડાભી ભીખુભા ડાભી અશોકસિંહ ખેરડીયા અભેસંગ ખેરડીયા પરાક્રમસિંહ જાડેજા ભીખુભાઈ ડાંગર જેન્તીભાઇ સભાયા જય સાગઠીયા વાગુદડ સરપંચ મુકેશભાઈ વિરડા છાપરા સરપંચ રસીકભાઈ કરશનભાઈ બાટા કિશોરભાઈ ખીમસુરીયા તેમજ તાલુકા ના આગેવાનો ઉપસ્થિત રહેલ મહામંત્રી નાગદાનભાઇ ચાવડા તેમજ ભાનુબેન બાબરીયાએ જણાવ્યું કે, તા. ૨૫ ડિસેમ્બર ભારત રત્ન પૂર્વ પ્રધાનમંત્રી અટલબિહારી વાજપેયીજી નો જન્મ જયંતી છે તે આપણે સુશાસન દિવસ તરીકે મનાવિએ છીએ આ દિવસે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પીએમ કિશાન સન્માન વિધી યોજના અંતર્ગત ૧ લાખ કરોડ રૂપિયા ૯ લાખ ખેડૂત ભાઈઓ બહેનોના ખાતામાં ૨૫ ડિસેમ્બરના રોજ જમા કરશે આ કાર્યકમ તમામ ટી.વી.ચેનલ તેમજ સોશિયલ મિડીયામાં પ્રસારીત થશે તો દરેક મંડલના દરેક ગામના ૧૦૦ વ્યકિતની કાર્યકમ જોવા માટેની નોંધણી કરવા કાર્યકરોને જણાવેલ તેમજ હર એક બુથના પેજ પ્રમુખની યાદી ફોર્મ તાત્કાલિક જવા કરાવવાની સુચના કાર્યકરોને આ મિટિંગમાં આપવામાં આવેલ તેમજ ભાજપના આગેવાન જયેશભાઇ સાગઠીયા એ રાજકોટ જિલ્લામાં સૌથી પહેલા લોધીકા તાલુકાના ખીરસરા ગામ ના બુથની પેઇજની સમીતી જમા કરાવી બુથ પ્રમુખની ૪૧ પેઇઝની બુથ સમિતિની યાદી પૂર્ણ કરી જીલ્લા ભાજપ મહામંત્રી નાગદાનભાઇ ચાવડાને સોંપી તે બદલ મહામંત્રી તરફથી ભાજપ આગેવાન જયેશભાઇ સાગઠીયાને અભિનંદન પાઠવ્યા હતા. (તસ્વીર-અહેવાલ : ભીખુપરી ગોસાઇ-ખીરસરા)

(10:26 am IST)