Gujarati News

Gujarati News

News of Wednesday, 23rd December 2020

સંરક્ષણમાં આત્મનિર્ભર ભારતઃ રાજકોટ બનશે સંરક્ષણનું હબ

લઘુ ઉદ્યોગ ભારતી અને નોલેજ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સંયુકત ઉપક્રમે : તો રપને શુક્રવારે સેમિનાર કમ વેબિનારઃ હંસરાજભાઇ ગજેરા, કર્નલ આનંદ (પૂર્વ આર્મી મેન), ધવલ રાવલ (એરોસ્પેસ નેશનલ કાઉન્સીલ), મોહિત શ્રીવાસ્તવ (અભ્યુદય ભારત ડિફેન્સ કલસ્ટર) માર્ગદર્શન આપશે

રાજકોટ તા. રર : આત્મનિર્ભર ભારત અભિયાન અંતર્ગત દેશભરમાં અનેક ક્ષેત્રમાં અવનવી પહેલ સાથે કાર્યો થઇ રહ્યા છે. નવા-નવા પ્રોજેકટનો પણ શુભારંભ થઇ રહ્રયહ્યો છે.  રાજકોટના આંગણે તા.રપને શુક્રવારે સવારે ૧૦-૩૦ થી ૧ર-૩૦ સુધી અલગ અને રોમાંચક વિષય સાથે સેમિનાર દમ વેબિનાર યોજાશે.

લઘુ ઉદ્યોગ ભારતી અને નોલેજ ચેમ્બર ઓફ કોષર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના સંયુકત ઉપક્રમે 'સંરક્ષ્ણમાં આત્મનિર્ભર ભારત રાજકોટ બનશે સંરક્ષણનું હબ' વિષયક આ સેમિનાર કમ વેબિનારમાં હંસરાજભાઇ ગજેરા (ઉપપ્રમુખ, લઘુ ઉદ્યોગ ભારતી-ગુજરાત), કર્નલ આનંદ (પૂવૃ આર્મીમેન), ધવલ રાવલ (મેન્ટર, ડિફેન્સ-એરોસ્પેસ નેશનલ કાઉન્સીલ), મોહિત શ્રીવાસ્તવ (અભ્યુદય ભારત ડિફેન્સ કલસ્ટર) વગેરે મહાનુભાવો જાણવા અને માણવા જેવું માર્ગદર્શન આપશે. આ સેમિનાર કમ વેબિનારમાં અભ્યુદય જ્ઞાન ભાગીદાર તરીકે જોડાયેલ છે સેમિનારનો શુભારંભ રેમ્યા મોહન (કલેકટર રાજકોટ)ના હસ્તે થશે.

આપણી જાણીએ છીએ કે, લશ્કરી આધુનિકીકરણ ઉપર ભાર મુકતા ભારત, રશિયા, અમેરિકા, ફ્રાન્સ અને ઇઝરાઇલ જેવા અનેક દેશો પાસેથી વર્ષોથી સંરક્ષણ ઉપકરણો અને ટેકનીક પ્રાપ્ત કરી રહ્યું છે આ સંજોગોમાં પ્રાપ્તિ માટેના બાહ્ય આવલંબન ઘટાડવા, ભારત સરકારે સ્થાનિક ઉત્પાદનને પ્રોત્સાહન આપવા અને સાચા અર્થમાં દેશનો 'આત્મનિર્ભર' બનાવવા નિર્ણય લીધોછે આ પગલે ગુજરાત સરકાર પણ વિશેષ ધ્યાન આપીને સથાનિક ઉત્પાદકોને સંરક્ષણ ઉત્પાદન ક્ષેત્રે પ્રવેશ માટે પ્રોત્સાહીત કરે છે. આ તકે ભારતીય મશીન ટુલ્સ ઉદ્યોગ સંરક્ષણ ઉદ્યગ માટે વ્યુહાત્મકરૂપે મહત્વપૂર્ણ છે કારણ કે આ ઉદ્યોગ વેચાણ પછીના સપોર્ટના ક્ષેત્રમાં અને દર વર્ષે ટેકનીકલઅપગ્રેડને કારણે તેની ક્ષમતામાં કુશળતા પ્રદાન કરે છે.

રાજકોટમાં અંદાજે ૧પ હજારથી પણ વધારે માઇક્રો, સ્મોલ અને મીડીયમ એન્ટરપ્રાઇઝ (એમએસએમઇ) એકમો કાર્યરત છે, જેમાં મોટાભાગના ફાઉન્ડ્રી, ફોર્જીંગ અને એન્જીનીયરીંગ યુનિટ છે. સરકારનું વધતુ ધ્યાન અને બજેટ ફાળવણી સંરક્ષણ ક્ષેત્રમાં વિશિષ્ટ ટેકનીક અને નવીનતા લાવવા સંયુકત સાહસો અને તકનીકી સ્થાનાતરણનેપ્રોત્સાહન આપશે. આમ શસ્ત્રો અને લશ્કરી હાર્ડવેરના ઉત્પાદનમાં ઘરેલું ઉત્પાદકો માટે તકોની શ્રેણી ખોલી દેશે.

આ સેમીનારમાં ભાગ લેવા નામ નોંધણી કરાવીપડશે. વધુ માહિતી માટે લઘુ ઉદ્યોગ ભારતી, અમૃતભાઇ ગઢીયા ૯૪ર૬૧ ૬પ૧૬૬

(3:38 pm IST)