Gujarati News

Gujarati News

News of Monday, 23rd December 2019

રાજકોટમાં જંક્શન પ્લોટ પાસેના ભીસ્તીવાડ વિસ્તારમાં આવારાતત્ત્વોનો આતંક : ભર બજારે આડેધડ ઝીક્યાં છરીના ઘા: ઘટના સીસીટીવીમાં કેદ

નજીવી બાબતમાં સાતથી આઠ શખ્શોએ હુમલો કરીને બાઇક્સવારને આડેધડ છરીના ઘા ઝીક્યાં

રાજકોટમાં જંકશન પાસે આવેલ ભીસ્તીવાડ વિસ્તારમાં પાનની દુકાન નજીક ભીસ્તીવાડના આવરા તત્વો દ્વારા હોન્ડા સવાર વાહનચાલક પર નજીવી બાબતે સાતથી-આઠ શખ્શોએ હુમલો કર્યો હતો હુમલો કરનાર શખ્શોએ હોન્ડા સવાર વાહનચાલકને ખભાના ભાગ પર અને કમરથી નીચેના ભાગ પર છરીના આડેધડ ઘા ઝીંક્યા હતા ,છરી વડે જીવલેણ હુમલો કરી હોન્ડા સવારને લોહીલુહાણ કરી આવારા તત્વો ફરાર થઇ ગયા હતા

  હોન્ડા સવાર ફરિયાદીના કહેવા મુજબ,ફરિયાદી અને તેનો ભાઈ જંકશન પ્લોટમાં ગદપ લેવા જઈ રહ્યા હતા,ત્યારે સામેથી આવતી હુન્ડાઈ ની i20 કાર નંબર 0081 સફેદ કલર ની કાળા કાચ વાડી ગાડી માંથી એક શખ્શ દ્વારા કેમ સામું જોવે છે,ઓળખતો નથી હું કોન છું એમ કહીને ગાળો ભાંડવા લાગ્યા અને ગાડીમાં બેઠેલ બીજા ત્રણ ચાર  શખ્શો માર મારવા લાગેલ તેમાંના એક શખ્શે મને છરીના આડેધડ ઘા ઝીકી દીધેલ,એટલામાં જ એકટીવામાં બે બીજા શખ્શોએ પણ આવી ને માર મારેલ હતો અગાઉ પણ અવાર-નવાર પોલીસનો ડર રાખ્યા વગર ભીસ્તીવાડના આવરા તત્વો દ્વારા સરાજાહેર આમ જનતાઓ  ઉપર હુમલાઓ કરેલ હતા ,હોન્ડા સવાર વાહનચાલકોને લોહિયાળ હાલતમાં ઇમર્જન્સીમાં સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડાયેલ, છે જ્યાં તેની હાલત નાજુક જણાવાઈ રહી છે સમગ્ર ઘટના સી.સી.ટી.વી કેમેરામાં કેદ થઇ છે

 

(1:05 am IST)