Gujarati News

Gujarati News

News of Monday, 23rd December 2019

પંચનાથ હોસ્પિટલમાં હૃદયની તપાસ માટે ટીએમટી વિભાગ શરૂ : ઈસીજી મશીન પણ કાર્યરત

કાર્ડીયોગ્રામની તપાસ માત્ર રૂ.૧૦૦માં : જાણીતા તબીબોની સેવા

રાજકોટ : અહિંની સુપ્રસિદ્ધ એવી શ્રી પંચનાથ હોસ્પિટલ છેલ્લા ૧૨ વર્ષથી ગરીબ દર્દીઓની સેવા કરે છે. જેમાં લેબોરેટરીમાં દરેક જાતના રીપોર્ટ, ડીજીટલ એકસ-રે, ઈસીજી કાર્ડીયોગ્રામ, દાંત વિભાગ, આંખ વિભાગ, ટુડી ઈકો, તથા સોનોગ્રાફીનો સમાવેશ થાય છે. હૃદયરોગની તપાસમાં ઈસીજી તેમજ ટુડી ઈકો ઉપરાંત હવે ટીએમટી (ટરેડ મીલ ટેસ્ટ)ની પણ શરૂઆત કરવામાં આવી છે. જે તપાસમાં ધીમે કે ઝડપથી ચાલવાની તેમજ દોડવાની દર્દીના હૃદય ઉપર કેવી અસર થાય છે તે જાણી શકાય છે. દરેક સ્ટેજમાં પલ્સ રેટ, હૃદયના ધબકારા વિશે માહિતી મળે છે.

ટીએમટી નિષ્ણાંત ડોકટરની હાજરીમાં જ કરવામાં આવે છે. ટીએમટી કરવા વિપ્રો જીઈ કંપનીનું મેક ૫૫૦૦ એચડી  મશીન ઈમરજન્સી માટે ઉપયોગમાં લેવાય છે. ટીએમટી વિભાગમાં ડીફેબ્રીલેટર મશીન પણ રાખવામાં આવેલુ છે. જે દર્દીના હાર્ટબીટ નોર્મલ કરવામાં મદદરૂપ થાય છે.

શ્રી પંચનાથ હોસ્પિટલમાં ૩૦૦થી પણ વધુ ટીએમટીની તપાસ સફળતાપૂર્વક કરવામાં આવી છે. ટીએમટીની તપાસ વાતાનૂ કુલીત રૂમમાં તેમજ નિષ્ણાંત ડોકટરો દ્વારા કરવામાં આવે છે. ડીફેબીલેટર માટે બીપીએલ કંપનીનંુ રીલીફ ૯૦૦ બીપહેસીક મશીન છે. ટીએમટીમાં દર્દીનું બ્લડપ્રેશર હાર્ટરેટ અને ઈસીજી રેકોર્ડ કરવામાં આવે છે. ટેસ્ટ પૂર્ણ થયા બાદ નિષ્ણાંત ડોકટર દ્વારા રીપોર્ટ, ટીએમટીની પ્રિન્ટ સાથે આપવામાં આવે છે.

ઈસીજી એટલે કે કાર્ડીયોગ્રામની તપાસ માત્ર રૂ.૧૦૦માં જ થાય છે. જે હવેથી સિંગલ ચેનલને બદલે બાર ચેનલ મશીન (બીપીએલ કાર્ડીયાટ ૯૧૦૮) દ્વારા કરવામાં આવે છે. જેમાં કાર્ડીયાટ - ૧૦૮ દ્વારા કરવામાં આવે છે. જેમાં ૮૦૦ દર્દીઓના રેકોર્ડનો સંગ્રહ કરી શકાય છે.

૧૨ ચેનલ ઈસીજી મલ્ટીચેનલ મશીન છે. પેસેન્ટનો રીપોર્ટ એક જ એ૪ કાગળ ઉપર આપવામાં આવે છે. જેના કારણે ડોકટરને દર્દીના હૃદયના અલગ અલગ ૧૨ રીપોર્ટ સરખાવવામાં અને નિદાન કરવામાં સરળતા રહે છે. ૫ હજારથી વધુ ઈસીજી તપાસ સફળતાપુર્વક કરવામાં આવી છે.

ટ્રસ્ટી દેવાંગભાઇ માંકડ, તનસુખભાઈ ઓઝા, મહેન્દ્રસિંહ ગોહીલ, ડી.વી.મહેતા, મિતેષભાઈ વ્યાસ, નીતિનભાઈ મણીયાર, નારણભાઈ લાલકીયા, વસંતભાઈ જસાણી, મયુરભાઈ શાહ, મનુભાઇ પટેલ, આ હોસ્પિટલ માટે જહેમત ઉઠાવી રહ્યા છે.

શ્રી પંચનાથ હોસ્પિટલમાં ડો.લક્ષ્મણભાઈ ચાવડા, ડો.વિનોદભાઇ પંડ્યા, ડો.રવિરાજ ગુજરાતી, લલીતભાઈ ત્રિવેદી માર્ગદર્શન આપી રહ્યા છે. વધુ વિગત માટે ફોન-૦૨૮૧-૨૨૨૩૨૪૯ ઉપર સંપર્ક કરી શકાય છે.

(5:01 pm IST)