Gujarati News

Gujarati News

News of Monday, 23rd December 2019

ઉર્જા સપ્તાહઃ જીઇબી દ્વારા મોકડ્રીલ-વીજ સલામતિ અંગે ખાસ ચર્ચાઃ ૧૪ સબ ડિવીઝનના ઇજનેર-લાઇન સ્ટાફનું સન્માન

રાજકોટ તા. ર૩: પશ્ચિમ ગુજરાત વીજ કંપની લીમીટેડ દ્વારા કર્મચારીઓ તેમજ જન સમુદાયમાં ઉર્જા બચત અને વીજ સલામતી માટે માહિતી અને સતર્કતા આવે તે હેતુથી તા. ૧૬ ડીસેમ્બર ર૧ ડીસેમ્બર દરમ્યાન ''ઉર્જા સપ્તાહ''ના આયોજનના ભાગરૂપે રાજકોટ શહેર વર્તુળ કચેરી હેઠળ વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ હતું.

તા. ર૦ના રોજ શહેર વર્તુળ કચેરી હેઠળના લાઇનસ્ટાફ ભાઇઓ તથા કોન્ટ્રાકટરો-ઇજનેરો માટે સેફટી ફિલ્મ નિદર્શનનો કાર્યક્રમ એન્જીનીયરીંગ એસોસિએશન હોલ, ઉદ્યોગનગર ખાતે રાખવામાં આવેલ.

આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં લાઇનસ્ટાફ ભાઇઓ-કોન્ટ્રાકટરો-ઇજનેરો હાજર રહેલ. શહેર વર્તુળ કચેરી હેઠળના સબડીવીઝનોમાં ઝીરો ઇલેકટ્રીકલ એકસીડન્ટ હોય તે તમામ ૧૪ સબ ડીવીઝનોના ઇજનેર અને લાઇન સ્ટાફનું સન્માન કરવામાં આવેલ. વ્યકિતગત રીતે લાઇન સ્ટાફ દ્વારા સારી કામગીરી થયેલ હોય તેમને સન્માનપત્ર આપી ઉત્સાહમાં વધારો કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં મુખ્ય ઇજનેર, શ્રી જે. જે. ગાંધી મુખ્ય ઇજનેર, શ્રી એચ. પી. કોઠારી ખાસ હાજર રહી ઇજનેરો-લાઇન સ્ટાફ-કોન્ટ્રાકટરોને જરૂરી માર્ગદર્શન આપેલ. શહેર વર્તુળ કચેરીમાંથી અધિક્ષક ઇજનેર, શ્રી પી. કે. પાલા, કાર્યપાલક ઇજનેર કે. બી. શાહ, એન. ડી. રૂઘાણી દ્વારા હાજર રહી જરૂરી ચર્ચા-વિચારણા કરેલ. આ કાર્યક્રમમાં લાઇનસ્ટાફ-કોન્ટ્રાકટરોને તથા બાહરના અન્ય વ્યકિતઓને નેટવર્કમાં વીજ અકસ્માત ન થાય તેમજ પ્રાઇવેટ પ્રીમાઇસીસમાં વીજ અકસ્માત ન થોાય તે માટે શું શું ધ્યાન રાખવું-કામગીરીઓ કરવી જોઇએ તેની માહિતી આપવામાં આવેલ. અધિકારીઓ દ્વારા વીજ સલામતી અંગે જરૂરી સૂચનો/વકતવ્ય આપવામાં આવેલ હતા. વધુમાં આ ઉર્જા સપ્તાહ દરમ્યાન વિભાગીય કચેરીઓ દ્વારા લાઇન સ્ટાફ તેમજ કોન્ટ્રાકટરોના માણસો માટે મોકડ્રીલનું આયોજન, વિવિધ વીજ અકસ્માતોની ચર્ચા, વીજ સલામતી અંગેના સુત્રો, વીજ અકસ્માત નિવારણ માટે બે ફીડરો ઉપર પરીક્ષણ, વીજ સલામતી અંગેની પ્રતિજ્ઞા, વીજ સલામતી અને ઉર્જા બચત માટે શાળાના વિદ્યાર્થીઓ માટે ચિત્ર સ્પર્ધા, પેમ્પલેટ વિતરણ લાઇન સ્ટાફ માટે વિજ સલામતી અંગે વર્કશોપનું આયોજન વગેરે વિવિધ કાર્યક્રમોનું આયોજન શહેર વર્તુળ કચેરી હેઠળ કરવામાં આવેલ હતું.

(5:00 pm IST)