Gujarati News

Gujarati News

News of Monday, 23rd December 2019

કાચના જિનાલયે પાર્શ્વનાથ પ્રભુના દિક્ષા કલ્યાણકનો ભવ્ય વરઘોડો- રથયાત્રા નિકળી

રાજકોટ,તા.૨૩: પૂ.સાધ્વીજી અતુલ્યાશશ્રીજીના શિષ્ય રત્ન ત્રિદશયશાશ્રીજી તથા બા.મા.ના શિષ્યા જીજ્ઞરસાની શુભ નિશ્રામાં શ્રમજીવી કાચના જિનાલયે પોષ દશમીના અજબ ગજબ ભવ્યાતિભવ્ય આરાધના ૩૩ (ત્રેત્રીશ) ભાગ્યશાળીઓની ત્રણ દિવસ સુધી મોઢામાં અન્નનો દાણો નાખ્યા વીના, તેમજ પચાસ ટકાને ૮૪ કલાક સુધી અન્ન પાણીનો ત્યાગ હતો.

અત્તરવાણા- પારણા અખંડ ત્રણ દિવસના જાપ, દરરોજ વ્યાખ્યાન પ્રતિક્રમણ પ્રતિદિન અલગ અલગ વિવિધ પૂજા- આરાધના થશે, દરેક તપસ્વીઓને રૂ.૧૦૦૦ (એક હજારથી) બહુમાન માળા સાથે થયેલ. રવિવાર તા.૨૨ સવારે ૮:૪૫ થી ૯:૪૫ સુધી ભવ્યાતિભવ્ય પાર્શ્વનાથ ભગવાનનો દિક્ષાકલ્યાણકનો વરઘોડો તથા ભવ્યાતિભવ્ય રથયાત્રા યોજાયેલ.

બેચામરધારી- ધૂપદિપ તેમજ ભવ્ય રથમાં પર્શ્વનાથ ભગવાનનો વરઘોડો બેંડ-વાજાની સુરાવલિ સાથે નિકળશે. ભવ્યાતિભવ્ય ૩૧ વર્ષમાં કાચના જિનાલયે સર્વ પ્રથમ પાર્શ્વનાથ ભગવાનની રથ યાત્રા નિકળી હતી. જેમાં મોટી સંખ્યામાં શ્રાવકો જોડાયેલ. ઉપરોકત આયોજનમાં મેનેજીંગ ટ્રસ્ટી કિશોરભાઈ કોરડીયા, મહેશભાઈ મહેતા, દિનેશભાઈ બોરડીયા, કનૈયાલાલ મેતા તેમજ વિનોદભાઈ કોરડીયા તેમજ મહિલા મંડળો- યુવા મંડળો, પૂજા મંડળ, જરણા મંડળના તમામ સભ્યોએ સેવા બજાવેલ.

(5:00 pm IST)