Gujarati News

Gujarati News

News of Monday, 23rd December 2019

બસ સ્ટોપ-ન્યુસન્સની પોઇન્ટ-રેલ્વે સ્ટેશન જેવા જાહેર સ્થળોએ ધનિષ્ઠ સફાઇ ઝુંબેશ

સ્વચ્છતા સર્વેક્ષણ માટે કવાયત શરૂ : ઓડી ફ્રી માટે ટીમો મુકાઇ

રાજકોટ, તા. ર૩ :  આગામી ટુંક સમયમાં શહેરમાં સ્વચ્છતા સર્વેક્ષણ હાથ ધરવામાં આવનાર છે. ત્યારે રાજકોટને અગ્રતાક્રમ અપાવવા મ્યુ. કોર્પોરેશનનાં તંત્રવાહકોએ કવાયત શરૂ કરી દીધી છે. જેના ભાગ રૂપે ઓડી ફ્રી (જાહેરમા જાજરૂપર પ્રતિબંધ) માટે આવા સ્થળોએ ટીમો મુકાઇ છે ઉપરાંત જાહેર સ્થળોની સફાઇ માટે ઝુંબેશ સહિતની કામગીરી હાથ ધરવાનું આયોજન કરાયું છે.

આ અંગે સત્તાવાર પ્રાપ્ત માહિતી મુજબ કેન્દ્ર સરકાર દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણ કરી અને શહેરોને સ્વચ્છતાં રેંક (ક્રમાંક) આપવામાં આવે છે. રાજકોટનો હાલમાં સ્વચ્છતામાં ૭ મો ક્રમ છે ત્યારે હવે પ્રથમ-૧ થી ૩માં સ્થાન મેળવવા તંત્ર વાહકોએ કમ્મર કસી છે.

સ્વચ્છતા સર્વેક્ષણમાં અગ્રતા ક્રમ મેળવવા માટે જરૂરી એવી ટેકનીકલ સુવિધાઓ મ્યુ. કોર્પોરેશને શરૂ કરાવી દીધી છે જેનાં આધાર-પુરાવા સાથેનું દસ્તાવેજ રજીસ્ટ્રેશનનું કામ અત્યારે ચાલુ છે.

જયારે સ્વચ્છતાં સર્વેક્ષણની ટીમની સ્થળ મુલાકાતો વખતે કોઇ ક્રમશ રહે નહીં તે માટે તંત્રવાહકોએ ઝુપડપટ્ટીઓ, વોંકળાઓ, રેલ્વે પાટા આસપાસ, મુકતા મેદાનોમાં જાહેરમાં શૌચાક્રીયા બંધ કરાવવા માટે ઇન્સ્પેકટરોની ટીમો ફિલ્ડમાં મુકીને લોકોને ખુલ્લમાં શૌચાક્રિયા કરી ગંદકી નહી ફેલાવવા સમજાવવાનું શરૂ કરી દેવાયું છે.

આ ઉપરાંત બસ સ્ટોપમાં સફાઇ રેલ્વે  સ્ટેશન વિસ્તારમાં ઘનિષ્ઠ સફાઇ, કાયમી કચરાનાં ઢગલા રહેતા હોય તેવા ન્યુશનસ પોઇન્ટ વગેરેની ઘનીષ્ઠ સફાઇ ઝુંબેશ હાથ ધરવા સહિતની કામગીરીનો ધમધમાટ શરૂ કરી દેવાયો છે.

(4:58 pm IST)