Gujarati News

Gujarati News

News of Monday, 23rd December 2019

'નાગરાણી મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટ' : નાગર બહેનો વેલણના સ્થાને બેટ પકડી કૌવત બતાવશે

રાજકોટ : સૌ.યુનિ. પાર્ટી પ્લોટ ખાતે નાગરાણી મહિલા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરાયુ છે. સૌપ્રથમ અમદાવાદ ખાતે બાદમાં વડોદરા, મહેસાણા, અમદાવાદ અને હવે રાજકોટ ખાતે પ મી ટુર્નામેન્ટ રમાશે. જેમાં મુંબઇ, રાજકોટ, અમદાવાદ, ભાવનગર, વડોદરા, જુનાગઢ, કર્ણાવતી કવીન્સ એમ કુલ ૮ ટીમો ભાગ લઇ રહી છે. હાથમાં વેલણ પકડનાર નારી ક્રિકેટનું બેટ પણ પકડી જાણે છે તે દુનિયાને દેખાડી દેવાના આશયથી યોજાયેલ આ ટુર્નામેન્ટમાં ભાગ લઇ રહેલ નાગર બહેનો  તા. ૪ અને પ ના પોતાનું કૌવત બતાવશે. ટુર્નામેન્ટનું ઉદ્દઘાટન તા. ૪ ના સાંજે શ્રીમતી અંજલીબેન વિજયભાઇ રૂપાણીના હસ્તે થશે. આ પ્રસંગે શ્રીમતી બીનાબેન આચાર્ય, ડો. હેમાંગભાઇ વસાવડા, સૌ.યુનિ.ના વી.સી. ડો. નીતિનભાઇ પેથાણી ઉપસ્થિત રહેશે. રાજકોટ ટીમના કેપ્ટન તરીકે શ્રીમતી મેઘાબેન કે. વૈશ્નવ અને ટીમ કોચ મેનેજર ડો. અલ્કા માંકડ છે. સમબાકમ ટુર્નામેન્ટને સફળ બનાવવા નાગર જ્ઞાતિના વરીષ્ઠ આગેવાનો તેમજ ભાઇ બહેનો જહેમત ઉઠાવી રહ્યા છે.

(4:54 pm IST)