Gujarati News

Gujarati News

News of Monday, 23rd December 2019

ઉર્જા નિગમની જુનિયર આસિ.ની ભરતીમાં તમામ સ્નાતક ઉમેદવારોને સમાવોઃ પપ ટકા નાબૂદ કરો

શહેરના વિદ્યાર્થીઓ-ઉમેદવારોનું મૂખ્યમંત્રીને સંબોધી કલેકટરને આવેદન

રાજકોટ તા. ર૩ : શહેરના વિદ્યાર્થીઓ હાર્દિક પંડયા-ધવલ મારૂ વિગેરેએ મુખ્યમંત્રીને સંબોધી કલેકટરને આવેદન પાઠવી જુનિયર આસિસ્ટન્ટના ભરતી નિયમોમાં તમામ સ્નાતક ઉમેદવારોને સમાવવાન તેમજ પપ% નાબુદ કરવા માંગણી કરી હતી.

આવેદનમાં જણાવેલ કે, થોડા સમય પહેલા ઉર્જા નિગમ દ્વારા જુનિયર અસિસ્ટન્ટની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી જેમાં તમામ સ્નાતક ઉમેદવારોએ અરજીઓ કરી હતી પરંતુ થોડા જ દિવસો પહેલા ભરતી રદ કરી ભરતી પ્રક્રિયા અંગેના નિયમો તથા લાયકાતમાં ફેરફાર કરી બી.ઇ. એન્જિનિયરીંગ સહિતના ટેકનીકલ અભ્યાસક્રમો તેમજ અન્ય પણ અમુક ક્ષેત્રના સ્નાતકોની નિયમોમાંથી બાદબાકી  કરવામાં આવી આ ફેરફારથી લાખોની સંખ્યામાં સ્નાતક થયેલા ઉમેદવારો તથા જેને પપ% નથી તેમની વર્ષોની મહેનત પર પાણી ફરશે, પહેલા પણ આ ભરતી પ્રક્રિયા રદ કરાતા હજારો ઉમેદવારો નીરાશ થયાછે પણ હવે વધુ દાજ્યા પર ડામ લાગે તેવો નિર્ણય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. આ ફેરફાર કોઇ પણ જાણ વગર તેમજ વિદ્યાર્થીઓના અહિત કરનારોછે, અને કયાંકને કયાંક બિનસચિવાલયમાં શૈક્ષણીક લાયકાત ૧ર પાસ હટાવવામાં આવી હતી તેવો માહોલ ઉભો થયો હોય એવું દેખાય આવે છે. તો હવે ગુજરાતની સંવેદનશીલ સરકારને અપીલ છેકે ફરીવાર તમામ સ્નાતક મિેદવારોના હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં આવે તેવી ગુજરાતના યુવાઓ વતી વિનંતી સહ રજુઆત અને આ બાબતને ગંભીરતાથી લેવા અપીલ કરીએ છે.

(4:49 pm IST)