Gujarati News

Gujarati News

News of Monday, 23rd December 2019

જન કલ્યાણ સોસાયટીના વોંકળામાં ગંદકીના ગંજઃ કરોડોના ખર્ચે તૈયાર થયેલા વોકીંગ ટ્રેક ઉપર લોકો ચાલી શકતા નથી

રાજકોટઃ રાજકોટના પોશ વિસ્તારોમંાની એક એવી જન કલ્યાણ સોસાયટીના વોંકળામાં ગંદકીના ગંજ જામ્યા છે. આ વસ્તારના લોકોની ફરીયાદો મ્યુનિસીલપ કોર્પોરેશનના તંત્રના બહેરા કાને અથડાઇ પરત ફરી રહી છે. આ વિસ્તારના વોંકળાની થોડા વર્ષો પહેલા કરોડોના ખર્ચે નવનિર્માણ કરવામાં આવ્યું હતું. આ પાછળન આશય વોંકળામાંથી ગંદુ પાણી આસાનીથી મોટી ગટર મારફત આગળ વહી જાય તે માટે કરવામાં આવેલું. વોંકળાની વધારાની જગ્યા કોંક્રીટ કરી નાખવામાં આવી છે જેને લઇ સફાઇ આસાનીથી થઇ શકે. સાથોસાથ વોંકળાની પેરેલલ સાયકલ અને વોકીંગ ટ્રેક બનાવવામાં આવ્યો છે. જેના ઉપર પણ ગંદકી અને બીલ્ડીગ મટીરીયલ્સના ઢગલા હોવાથી લોકો ઉપયોગ કરી શકતા નથી. આમ પ્રજાના પૈસે બનતા પ્રોજેકટ રાખરખાઉ અને સફાઇના અભાવે જેમ તેમ રઝળી રહયાની ફરીયાદો વિસ્તારમાંથી ઉઠી છે. (ફોટોઃ સંદીપ બગથરીયા)

(4:39 pm IST)