Gujarati News

Gujarati News

News of Monday, 23rd December 2019

ચેક રિટર્ન કેસમાં આરોપીને એક વર્ષની સજા અને વળતર ચુકવવા કોર્ટનો હુકમ

રાજકોટ તા  ૨૩   :   રાજકોટમાં રહેતા તસ્મીન ઇમરાન જન્નરના પતિ ભુગર્ભ ગટરનું કોન્ટ્રાકટનું કામ કરતા હોય, તેમાં કામ કરતા મજુરની પત્ની શારદાબેનની સાથે મિત્રતા બંધાયેલ, શારદાબેને મિત્રતાના દાવે તસ્મીનબેન પાસે હાથ ઉછીના રૂા૯૦,૦૦૦/- પુત્રીના લગ્ન માટે જરૂર છે તેમ કહી લીધેલ અને ત્યારબાદ સદરહુ હાથ ઉછીની રકમ પરત ચુકવવા ચેક આપેલ. સદરહુ ચેક તસ્મીનબેને પોતાના ખાતામાં વટાવવા નાખતા શારદાબેનના ખાતામાં પુરતું ભંડોળ ન હોય જેથી પરત ફરેલ, જેથી તસ્મીનબેને શાદાબેન બીજલભાઇ ધરાણીયા સામે રાજકોટ કોર્ટમાં ધ નેગો.ઈન્સ્ટ્રુ. એકટ હેઠળ ફરીયાદ દાખલ કરેલ, જેમાં અદાલતે શારદાબેન બીજલભાઇ ધરાણીયાને તકસીવાન ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા તથા ચેક મુજબ વળતરનો હુકમ ફરમાવેલ છે.

કેસની વિગત એવી છે કે, રાજકોટમાં રહેતા તસ્મીન ઇમરાન જન્નરના પતિ ભુગર્ભ ગટરનું કોન્ટ્રાકટનું કામ કરતા હોય તેમાં કામ કરતા મજુરની પત્ની શારદાબેનની સાથે મિત્રતા બંધાયેલ, શારદાબેને મીત્રતાના દાવે તસ્મીનબેન પાસે હાથઉછીના રૂા૯૦,૦૦૦/- જુત્રીના લગ્ન માટે જરૂર છે તેમ કહી લીધેલ અને ત્યારબાદ સદરહુ હાથ ઉછીની રકમ પરત ચુકવવા ચેક આપેલ, સદરહુ ચેક તસ્મીનબેને પોતાના ખાતામાં વટાવવા નાખતા શારદાબેનના ખાતામાં પુરતુ ભંડોળ ન હોય, જેથી પરત ફરેલ, જેથી તસ્મીનબેને શારદાબેન બીજલભાઇ ધરાણીયા સામે કોર્ટમાં ધ નેગો.ઇન્સ્ટ્રુ. એકટ હેઠળ ફરીયાદ દાખલ કરેલ. સદરહુ કેસમાં દસ્તાવેજી પુરાવાઓ તથા તસ્મીન ઇમરાન જન્નરના એડવોકેટ અનિષ આર. જોશીની દલીલ ધ્યાને લઇ નામદાર અદાલતે શારદાબેન બીજલભાઇ ધરાણીયાને તકસીરવાન ઠરાવી એક વર્ષની સાદી કેદની સજા તથા ચેક મુજબ વળતરનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં ફરીયાદી તસ્મીન ઇમરાન જન્નર વતી રાજકોટના ધારા શાસ્ત્રી અનિસ આર. જોશી તથા હેમુ વી. ગઢવી રોકાયેલા હતા.

(3:54 pm IST)