Gujarati News

Gujarati News

News of Monday, 23rd December 2019

ર૬મી જાન્યુઆરી ઉજવણીઃ ૧૬ કમીટીની કામગીરી અંગે બપોરે ૧ વાગ્યાથી મીટીંગ

રાજકોટમાં રાજય કક્ષાની ર૬મી જાન્યુઆરીની ઉજવણી થનાર છે. આ સંદર્ભે કલેકટરે ૧૬ કમીટીઓની રચના કરી છેઃ આ કમીટી દ્વારા થયેલ કામગીરીની સમીક્ષા અને નવા કામો અંગેની રિવ્યુ બેઠક બપોરે ૧ વાગ્યાથી કલેકટર કચેરી ખાતે શરૂ થઇ છે...

ર૬ જાન્યુ. સંદર્ભે ૧૮ થી રપ જાન્યુ. દરમિયાન રાજકોટ શહેર-જીલ્લામાં ૯પ૦ કરોડના

૩પ૦ કામોનું લોકાર્પણ તથા ખાતમુહુર્ત...

રાજકોટ શહેર-જીલ્લામાં ૧૮ થી રપ જાન્યુ. દરમિયાન ૩પ૦ કામોનું લોકાર્પણ-ખાતમુહુર્ત કોર્પોરેશન-જીલ્લા પંચાયત-કલેકટર તંત્ર અને અન્ય ખાતાઓ મળી કુલ ૯પ૦ કરોડના કામોની જાહેરાતઃ એક-એક દિવસે ૧૦ થી વધુ લોકાર્પણ-ખાતમૂહૂર્તઃ મીનીસ્ટરો-આગેવાનોના ધાડા ઉતરી પડશે.

(3:52 pm IST)