Gujarati News

Gujarati News

News of Monday, 23rd December 2019

આજીડેમ વિસ્તારની સગિરાના દુષ્કર્મના ગુન્હામાં આરોપીની જમીન અરજી નામંજુર

રાજકોટ તા ૨૩  :   રાજકોટ શહેરના આજીડેમ પાસે આવેલ માંડા ડુંગર વિસ્તારમાં રહેતા આ કામના ફરીયાદીએ પોતાની સગીર વયની ૧૪ વર્ષની પુત્રીને લલચાવી, ફોસલાવી લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે અપહરણ થયા અંગેની ફરીયાદ આજીડેમ પોલીસ સ્ટેશનમાં આઇપીસી કલમ ૩૬૩,૩૬૬, ૩૭૬(ર) (એન),૩૭૬(૩) અને પોકસો એકટની કલમ ૬ મુજબની ફરીયાદ આજીડેમ પોલીસ સ્ટેશનમાં નોંૅધાવેલી હતી, જે કામે આ કામના આરોપી અધિષેક જયસુખભાઇ સેલડીયાની પોલીસ દ્વારા તા.૨૯/૧૧/૨૦૧૯ ના રોજ ધરપકડ કરવામાં આવેલ અને કોર્ટ સમક્ષ રજુ કરતા તેને તે દીવસથી જેલ હવાલે કરવામાં આવેલો, જેને રાજકોટની સેશન્સ કોર્ટમાં જામીન અરજી ગુજારતા જો જામીન અરજી નામ. સ્પે. પોકસો કોર્ટે ના મંજુર કરતો હુકમ ફરમાવેલ છે.

આ કેસની ટુંકમાં હકીકત એવી છે કે, આ કામના રાજકોટ શહેરના માંડા ડુંગરના રહેવાસી એવા ભોગ બનનારના માતાએ ગત તારીખ ૨૮/૧૧/૨૦૧૯ના રોજ આજીડેમ પોલીસ સ્ટેશનમાં પોતાની ૧૪ વર્ષની સગીર પુત્રીને લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઇરાદે અપહરણ કરી જવા અંગેની આઇપીસી કલમ ૩૬૩,૩૬૬,૩૭૬(ર)(એન),૩૭૬(૩) તથા પોકસો એકટની કલમ ૬ મુજબની ફરીયાદ આપેલ હતી. જેના અનુસંધાને આજીડેમ પોલીસ દ્વારા તા. ૨૯/૧૧/૨૦૧૯ ના રોજ આ કામમાં આરોપી અભિષેક જયસુખભાઇ સેલડીયાને ભોગ બનનાર સાથે પકડી પાડી તારીખ ૨૯/૧૧/૨૦૧૯ ના રોજ આ કામના આરોપીને રાજકોટની સ્પે. પોકસો કોર્ટ સમક્ષ રજુ કરતા આરોપીએ ભોગ બનનાર સાથે અવાર નવાર શારીરીક સબંધ બાંધેલ હોવાની હકીકત તપાસ દરમ્યાન ખુલવા પામતા આ કામના તપાસ કરનાર અમલદારે રાજકોટની નામ. સ્પે. પોકસો કોર્ટમાં આરોપી વિરૂધ્ધ આઇ.પી.સી. કલમ ૩૭૬(ર(એન),૩૭૬(૩) તેમજ પોકસો એકટની કલમ ૬ નો ઉમેરો કરવા અરજી આપતા નામ. કોર્ટ દ્વારા આરોપી સામે આઇપીસી ની કલમ ૩૭૬(૨)(એન), ૩૭૬(૩), તેમજ પોકસો એકટની કલમ ૬ નો ઉમેરો કરવામાં આવેલ અને આરોપીને સ્પે. પોકસો કોર્ટના જજ સાહેબે ન્યાયીક હીરાસતમાં મોકલવાનો હુકમ ફરમાવેલ હતો, ત્યારબાદ આરોપીએ જામીન અરજી કરતા સેશન્સ કોર્ટે આરોપીની જામીન અરજી ના મંજુર કરવાનો હુકમ ફરમાવેલ છે. આ કામમાં મુળ ફરીયાદી વતી એડવોકેટ જીજ્ઞેશ એમ. સભાડ, રણજીત બી. મકવાણા, તેમજ સરકારશ્રી તરફથી એ.એસ. ગોગીયા તરીકે રોકાયેલ હતા.

(3:52 pm IST)