Gujarati News

Gujarati News

News of Monday, 23rd December 2019

જનમ જનમ કા સાથ હૈ... કાલે રફીસાહેબના લાજવાબ ગીતો ગુંજશે : શાનદાર કાર્યક્રમ

મેલોડી કલર્સના મનસુર ત્રિવેદી દ્વારા કાર્યક્રમ

રાજકોટ, તા. ૨૩ : મહાન ગાયક વિશ્વરત્ન અને અદના ઈન્સાન એવા મોહમ્મદ રફી સાહેબના ૯૫માં જન્મદિવસ નિમિતે રાજકોટના સીનીયર કલાકાર ઓર્ગેનાઈઝર મેલોડી કલર્સના મનસુર ત્રિવેદી દ્વારા કાલે તા.૨૪ના મંગળવારે હેમુગઢવી મીની હોલ ખાતે 'જનમ જનમ કા સાથ હૈ'ના શિર્ષક હેઠળ લાજવાબ અને સુમધુર જૂના ગીતોથી રફી સાહેબને યાદ કરી તેમનો જન્મદિવસ ઉજવાશે.

રાજકોટના કલાકારોના સહકાર સાથેના કાર્યક્રમમાં ગાયક કલાકારો શ્રી સુનિલ શાહ, જીતેન્દ્ર શાહ, રાજ પંજાબી, વિજય મેર, ડો.ભાવેશ જાની, પરેશ શાહ, હિના કોટડીયા, દિવ્યા બુદ્ધદેવ, ગીતા ભટ્ટ અને મનસુર ત્રિવેદી સેવા આપશે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન જાણીતા કલાકાર ઉદ્દઘોષક ગુજરાતી ફિલ્મોના અભિનેતા એવા બીપીન વસાણી સમગ્ર કાર્યક્રમનંુ સંચાલન કરશે. સાઉન્ડ સિસ્ટમ દમામ સાઉન્ડ હાતીમ ત્રિવેદી સંભાળશે. ઓરકેસ્ટ્રાની જવાબદારી તુષાર ગોસાઈ સાથે ફિરોઝ શેખ, દિલીપ ત્રિવેદી, દિપક જોષી, સેકસોફોન આર્ટીસ્ટ ખાનભાઈ કમલેશ ચૌહાણ, પ્રદિપ વડગામા સાથ આપશે.

કાર્યક્રમને સફળ બનાવવા સંસ્થાના મનસુર ત્રિવેદી (૯૮૨૪૨ ૧૪૪૪૨) તથા રણજીત પઢીયાર (રફી ભકત) જહેમત ઉઠાવી રહ્યા છે.

(3:52 pm IST)