Gujarati News

Gujarati News

News of Monday, 23rd December 2019

મેરા ટેલેન્ટ મેરી પહેચાન અંતર્ગત ડાન્સ ફિએસ્ટા સ્પર્ધા

રાજકોટઃ મહાત્મા ગાંધી ચેરિટેબલ ટ્રસ્ટ રાજકોટ આયોજિત મેરા ટેલેન્ટ મેરી પહેચાન અંતર્ગત જુદી- જુદી સ્પર્ધાઓનું બાલભવન ખાતે યોજાએલ. જેમાં ડાન્સ ફિએસ્ટા સ્પર્ધામાં પ્રાથમિક વિભાગમાં પ્રથમ- શ્રી સદ્દગુરૂ પ્રાથમિક શાળાના વિદ્યાર્થીની સિપાહી તન્વીર દ્વિતીય- શ્રી લાલબહાદુર શાસ્ત્રી ઈંગ્લીશ મીડીયમના વિદ્યાર્થીની જોષી નિયતિ તૃતીય- શ્રી જગદગુરૂ પ્રાથમિક શાળાના વિદ્યાર્થી- ચૌહાણ પૃથ્વી તથા માધ્યમિક વિભાગમાં પ્રથમ- શ્રી માતૃમંદિર ઈંગ્લીશ મીડીયમના વિદ્યાર્થી- આંકાક્ષા શરૂ દ્વિતીય- શ્રી આર.એમ.છાયા કન્યા વિદ્યાલયના વિદ્યાર્થીની- સાયમા અરબી તૃતીય- શ્રી કસ્તુરબા હાઈસ્કૂલના વિદ્યાર્થીની- પંડયા કોમલ તેમજ ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પ્રથમ- શ્રી માતુમંદિર ઈંગ્લીશ મીડીયમના વિદ્યાર્થી- ઓડ રોહિત દ્વિતીય- શ્રી લાલબહાદુર શાસ્ત્રી બોયઝ વિદ્યાલયના વિદ્યાર્થી- ટાંક જય અને તૃતીય- શ્રી આર.એમ. છાયા બોયઝ વિદ્યાલયના વિદ્યાર્થી- કુમાર ચંદ્રેશ આવેલ હતા.

કોલેજ વિભાગમાં પ્રથમ- શ્રી એમ.જે.કુંડલિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થી- કેશરિયા ચાર્મી, દ્વિતીય- શ્રીએમ.જે. કુંડલીયા કોલેજના વિદ્યાર્થીની- તિવારી સીમા તૃતીય- શ્રી જે.જે. કુંડલીયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના વિદ્યાર્થી- મીઠાપરા પ્રજ્ઞેશ આવેલ હતા. ઓલ ઓવર બેસ્ટ ડાન્સર ડાંગર રાહુલ જે.જે. કુંડલીયા આર્ટસ એન્ડ  કોમર્સ કોલેજમાંથી આવેલ હતા.

પ્રાથમિક વિભાગ તેમજ માધ્યમિક વિભાગ સ્પર્ધાનું સંચાલન લાલબહાદુર શાસ્ત્રી ઈંગ્લીશ મીડીયમ પ્રાથમિક શાળાના ભારતીબેન નથવાણીના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. સ્પર્ધાનું સંચાલન માતુમંદિર ઈંગ્લીશ મીડીયમ હાઈસ્કૂલના ગીરાબેન દવેએ કરેલ.

ડાન્સ ફિએસ્ટા સ્પર્ધાના નિર્ણાયક તરીકે ટ્વિંકલ જાગાણી શાહ, ઈશા દવે, કૈરવી વ્યાસ, ઉર્વી ભાગ્યોદય, કંદર્પ ઓઝા તેમજ યેશા કિકાણીએ સેવા આપેલ હતી. આ સમગ્ર કાર્યક્રમમાં શ્રી મહાત્મા ગાંધી ચેરીટેબલ ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટ મનસુખભાઈ જોષી, ટ્રસ્ટી ડો.અલ્પનાબેન ત્રિવેદી તેમજ ભગિની સંસ્થાના આચાર્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. ડો.અલ્પનાબેન ત્રિવેદીએ અભિનંદન પાઠવ્યા હતા.

(3:49 pm IST)