Gujarati News

Gujarati News

News of Monday, 23rd December 2019

બાલ મહોત્સવમાં પોટેટો રેસ

 બાલભવન ખાતે  પ થી ૧૬ વર્ષના બાળકો માટે તથા બહેરા મુંગા સ્કુલના બાળકો માટે બાલ મહોત્સવનું આયોજન કરાયુ છે. જેમાં શુક્રવારે પોટેટો રેસ યોજવામાં આવતા ૧૨૦૦ બાળકોએ ભાગ લીધો હતો. જેના પરિણામો જાહેર થતા બોયઝમાં પ્રથમ નંબરે વિવેક જે. પરમાર જય ઇન્ટરનેશનલ સ્કુલ, બીજા નંબરે અમિત એચ. સરીયા જય ઇન્ટરનેશનલ સ્કુલ, ત્રીજા નંબરે જય એચ. લખાણી મહાત્મા ગાંધી સ્કુલ, ચોથા નંબરે હર્ષલ જે. ભટ્ટ વી. જે. મોદી સ્કુલ, પાંચમા નંબરે દેવમ કે. ઝાપડીયા વિજેતા બેનલ. જયારે ગર્લ્સમાં પ્રથમ નંબરે કેશ્વી જી. ચોવટીયા મહાત્મા ગાંધી સ્કુલ, બીજા નંબરે યશ્વી સી. વીરડીયા જય ઇન્ટરનેશનલ સ્કુલ, ત્રીજા નંબરે દિપીકા કે. રોકાયા લાલબહાદુર સ્કુલ, ચોથા નંબરે રીંકલ એમ. રાઠોડ જય ઇન્ટરનેશનલ સ્કુલ, પાંચમા નંબરે ત્રિષા એન. વાછાણી મહાત્મા ગાંધી સ્કુલ વિજેતા બનેલ. વિજેતાઓને મહેમાનો ભાવનાબેન જોષી જગદ્દગુરૂ પ્રા. વિદ્યાલય, ભારતીબેન નથવાણી લાલબહાદુર શાસ્ત્રી, મયુરીબેન ચુડાસમા માતુશ્રી રાધાબાઇ બેચરભાઇ અકબરી પ્રા.શાળાના હસ્તે ટ્રોફી, મેડલ, ઇનામ તથા પ્રમાણપત્ર આપી સન્માનીત કરાયા હતા. દરેક સ્પર્ધકોને ફુડ પેકેટનું વિતરણ કરવામાં આવેલ. વાલીઓએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી સ્પર્ધકોનો ઉત્સાહ વધાર્યો હતો.

(3:49 pm IST)