Gujarati News

Gujarati News

News of Monday, 23rd December 2019

મતદાર યાદી બૂથ ઉપર ઝુંબેશઃ નામ ઉમેરવા માટે રાજકોટ શહેર - જીલ્લામાં ૧ર૮૦૦ ફોર્મ ભરાયાઃ કુલ ર૪૪૦૦

હવે આવતા રવિવારે સવારે ૧૦ થી પ ફરી BLO-ર૬૦૦ થી વધુ કેન્દ્રો ઉપર બેસશે... : સૌથી વધુ રાજકોટ રૂરલમાં ૩ર૧૩ તથા સૌથી ઓછા જસદણમાં ૪૩૯ ફોર્મ ભરાયા

રાજકોટ તા. ર૩: રાજકોટ શહેર-જીલ્લામાં ચૂંટણી પંચની મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે, તે અન્વયે ગઇકાલે શહેર-જીલ્લાના તમામ ર૬ર૬ મતદાન મથકો ઉપર નામ ઉમેરવા-કમી-સુધારણા અને સ્થળાંતર અંગેના ફોર્મ ભરાયા હતા.

જેમાં સૌથી વધુ ફોર્મ નં. ૬-નામ ઉમેરવાના ૧ર૮૪૦ ભરાયા હતા, જેમાં ૬૮-રાજકોટ-૧૮૮પ, ૬૯-રાજકોટ-૧૩૦૪, ૭૦-રાજકોટ-ર૦૮૯, ૭૧-રાજકોટ-૩ર૧૩, જસદણ-૪૩૯, ગોંડલ-૧૭૧૩, જેતપુર-૧ર૧૦ અને ધોરાજી-૯૮૭ ફોર્મ ફોર્મ નં. ૬ના ભરાયા છે.

જયારે ફોર્મ નં. ૭-૪૬૯૬, ફોર્મ નં. ૮-૪પ૬પ અને ફોર્મ નં. ૮-એ-ર૩૪ર મળી કુલ ર૪૪૪૩ ફોર્મ ભરાયાનું ચૂંટણી શાખાના સુત્રોએ ઉમેર્યું હતું. સાધનોએ જણાવેલ કે હવે આવતા રવિવારે બીજી વખત ખાસ ઝુંબેશ થશે, સવારે ૧૦ થી પ BLO-ર૬ર૬ કેન્દ્રો ઉપર બેસશે, અને લોકો માર્ગદર્શન મેળવી નામ ઉમેરવા-કમી-સુધારણા-સ્થળાંતર સહિતના ફોર્મ ભરી શકશે.

(3:31 pm IST)