Gujarati News

Gujarati News

News of Monday, 23rd December 2019

થર્ટી ફર્સ્ટ ઇફેકટ...થોરાળા પોલીસે ૨.૩૬ લાખનો વિદેશી દારૂ ભરેલી બોલેરો ઝડપી

ભકિતનગર પોલીસે ૧૨ બોટલ સાથે બે શખ્સને અને પ્ર.નગર પોલીસે ૫૦ બોટલ સાથે એક શખ્સને સકંજામાં લીધો

રાજકોટ તા. ૨૩: થર્ટી ફર્સ્ટ ડિસેમ્બર નજીક આવતાં જ પોલીસ બૂટલેગરોને શોધવા દોડધામ કરી રહી છે. નાના-મોટા અનેક બૂટલેગરો આ દિવસોમાં પ્યાસીઓની પ્યાસ બુઝાવી કમાઇ લેવા મેદાનમાં આવી ગયા છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદની સુચના હેઠળ શહેર પોલીસે દરોડાનો દોર ચાલુ રાખ્યો છે. થોરાળા પોલીસે ૫૨૮ બોટલ દારૂ ભરેલી બોલેરો પકડી લીધી છે. જો કે ચાલક કે આરોપી હાથમાં આવ્યો નથી. તો પ્ર.નગર પોલીસે ૫૦ બોટલ સાથે એકને પકડ્યો હતો. બે દરોડામાં કુલ ૨,૩૬,૨૦૦નો ૫૭૮ બોટલ દારૂ કબ્જે થયો હતો. જ્યારે ભકિતનગર પોલીસે ૧૨ બોટલ સાથે બે શખ્સને પકડ્યા હતાં. ત્રણ દરોડામાં કુલ રૂ. ૨,૪૧,૦૦૦નો દારૂ કબ્જે કરી ત્રણ શખ્સોને પકડવામાં આવ્યા હતાં.

થોરાળા પોલીસ મથકના કોન્સ. ધર્મેશ રંગાણી, વિક્રમ ગરચર, જયદિપસિંહ ઝાલા, અક્ષિત વામજાની બાતમી પરથી થોરાળા પોલીસ મથક વિસ્તારના ગોકુલ આવાસ યોજના કવાર્ટર પાસે દરોડો પાડવામાં આવતાં જીજે૦૩એઝેડ-૬૯૫૮ નંબરની બોલેરો મેક્ષી ટ્રક મળી આવી હતી. જેમાંથી રૂ. ૨,૧૧,૨૦૦નો ૫૨૮ બોટલ દારૂ મળતાં તે તથા ૩ લાખની બોલેરો, એક મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૫,૧૪,૨૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. ડીસીપી રવિમોહન સૈની, એસીપી એચ.એલ. રાઠોડની સુચના મુજબ પી.આઇ. જી.એમ. હડીયા, પીએસઆઇ પી. ડી. જાદવ, ગંજીવાડા ચોકીના ઇન્ચાર્જ જે. જી. ચોૈધરી, કોન્સ. વિક્રમ ગરચર, જયદિપસિંહ ઝાલા, ધર્મેશ રંગાણી, યુવરાજસિંહ રાણા, સહદેવસિંહ જાડેજા, દર્શન સોલંકી, અક્ષીત વામજા સહિતે આ કામગીરી કરી હતી.

જ્યારે ભકિતનગર પી.આઇ. વી. કે. ગઢવી, પીએસઆઇ પી. બી. જેબલીયા, એએસઆઇ જયુભા પરમાર, હેડકોન્સ. રણજીતસિંહ પઢારીયા, વિક્રમભાઇ ગમારા, કોન્સ. વિશાલ બસીયા, ભાવેશ મકવાણા, દિવ્યરાજસિંહ ઝાલા, વાલજીભાઇ જાડા, મનિષ શિરોડીયા, રવિરાજ પટગીર સહિતે ગોકુલનગર આરએમસી કવાર્ટર ૧/૯૩૬ના સંજય રાજુભાઇ સોલંકી (ઉ.૩૦) તથા બેડીપરા ફકરી પાર્ક-૩ના યોગેશ રાજેશભાઇ ભાખોડીયા (ઉ.૨૮)ને રૂ. ૪૮૦૦ના ૧૨ બોટલ દારૂ સાથે પકડી લઇ ૩૦ હજારનું વાહન પણ કબ્જે લેવાયું હતું.

આ ઉપરાંત ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમની રાહબરીમાં પ્ર.નગર પી.આઇ. વી. એસ. વણઝારા, પીએસઆઇ બી. વી. બોરીસાગર, હેડકોન્સ. અશોકભાઇ કલાલ, અરવિંદભાઇ મકવાણા, જનકભાઇ કુગશીયા, વિરદેવસિંહ જાડેજા, ધર્મરાજસિંહ ઝાલા, યુવરાજસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ પરમાર, ધમભા ઝાલા, અશોક હુંબલ સહિતે રેલનગર સાઇબાબા સોસાયટી-૫માં સાઇનાથ મંદિર પાસે રહેતાં ચિંતન જેન્તીભાઇ કાલરીયા (પટેલ) (ઉ.૨૩)ને રૂ. ૨૫ હજારના ૫૦ બોટલ દારૂ સાથે પકડી લીધો હતો.

દુધની ડેરી પાસેથી મહમદશા છરી સાથે પકડાયો

દૂધની ડેરી પાસે ત્રણ માળીયા કવાર્ટર નં. ૪૪૪માં ભાડેથી રહેતો મુળ ગોંડલ ભોજપરાનો મહમદશા ગુલાબશા શેખ (ઉ.૩૨) છરી સાથે દૂધસાગર રોડ પર નીકળતાં થોરાળાના હેડકોન્સ. બી.આર. વાસાણી અને કોન્સ. સહદેવસિંહે પકડી લીધો હતો.

મવડીમાં હાર્દિક કાકડીયા દારૂ પી વાહન હંકારતા પકડાયો

મવડી નંદનવન શેરી-૦૩માં રહેતો હાર્દિક સવજીભાઇ કાકડીયા (ઉ.૨૧) દારૂ પી જીજે૦૨એચએલ-૨૦૮૦ નંબરનું બાઇક હંકારી મવડી ગામ બાપા સિતારામ ચોકમાંથી નીકળતાં તાલુકા પોલીસ મથકના એન. કે. રાજપુરોહિત અને જયંતિભાઇ રાઠોડે પકડી લીધો હતો.

(12:59 pm IST)