Gujarati News

Gujarati News

News of Monday, 23rd December 2019

કાલે રાત્રે ૧ર વાગ્યે પવિત્ર નાતાલના તહેવારની ઉજવણીઃ ૪૦૦૦ ખ્રિસ્તી પરીવારોમાં અદમ્ય ઉત્સાહ...

ફાધર-નનૂ દ્વારા આર્શીવચનઃ ક્રિસયજ્ઞ-જળનું વિતરણઃ ભગવાન ઇસુના પ્રેરક સંદેશનું વાંચન...: બીશપ હાઉસ સહિત શહેરના તમામ ચર્ચમાં રોશનીનો ઝગમગાટઃ બાળ ઇસુના જન્મદિન ફલોટનું આકર્ષણ

રાજકોટ તા. ર૩ :.. જગતને પ્રેમ અને શાંતિનો સંદેશ આપનાર ભગવાન ઇસુનો જન્મદિન રપ મીએ વિશ્વભરમાં ધામધુમથી ઉજવાશે એન સાથો સાથ ર૦ર૦ના સ્વાગત માટેનું કાઉન્ટ ડાઉન પણ શરૂ થઇ જશે.

ભગવાન ઇસુના જન્મદિનની ધામધુમભેરની ઉજવણી સંદર્ભે શહેરના ૪ હજાર ખ્રિસ્તી પરીવારોમાં અદમ્ય ઉત્સાહ જોવા મળી રહ્યો છે, હજારો ખ્રિસ્તી પરીવારોએ પોતાના ઘરને રોશનીથી છલકાવી દિધુ છે, તો કાલાવાડ રોડ ઉપર આવેલ બીશપ હાઉસ એટલે કે પ્રેમ મંદિર ઉપરાંત શહેરના મોચી બજાર પાસેના કેથોલીક ચર્ચ સહિત દરેક ચર્ચ-દિેવળોમાં અદ્ભુત ડેકોરેશન કરાયા છે, બાળ ઇસુના ગમાણમાં જન્મ થયો તેના  ફલોટે ભારે આકર્ષણ જમાવ્યું છે.

આવતીકાલે રાત્રે ૧ર ના ટકોર ભગવાન ઇસુના જન્મદિનની ધૂમધડાકાભેર- અને ભવ્ય આતશબાજી સાથે ઉજવણી થશે, ખ્રિસ્તી પરીવારો એકબીજાને વીશ કરી પવિત્ર નાતાલના તહેવારની શુભેચ્છા પાઠવશે.

તો ફાધર અને નનૂની ઉપસ્થિતિમાં હજારો મીણબતી પ્રગટાવવા સાથે આર્શીવચન, ક્રિસયજ્ઞ, પવિત્ર જળના પ્રસાદીનું વિતરણ અને ભગવાન ઇસુએ આપેલા પ્રેરક સંદેશનું વાંચન થશે.

બીજા દિવસે રપ મીએ સવારે ચર્ચ-દેવળોમાં પ્રાર્થના થશે, કિવઝ સહિતના અવનવા કાર્યક્રમો પણ યોજાયા છે, અને ૩૧ ડીસેમ્બરની રાત્રે ન્યુ ઇયરનું ધમધડાકાભેર સેલીબ્રેશન થશે, ન્યુ ઇયર અંગે રાજકોટની પ્રજામાં ઉત્સાહ છે,  શાંતાકલોઝ-ટોપીનું ભારે વિતરણ થઇ રહ્યું છે.

(11:49 am IST)