Gujarati News

Gujarati News

News of Monday, 23rd December 2019

કુબલીયાપરામાં વિજયએ ઝૂપડામાં ઘુસી મહિલાની બાજુમાં સુઇ જઇ બિભત્સ અડપલા કરી લીધા!

રાતે બે વાગ્યે કો'ક હાથ ફેરવતું હોવાનો અહેસાસ થતાં મહિલા જાગી ગયા ને દેકારો મચાવ્યોઃ મહિલા પર તેની દિકરીનો ઘા કરી ઢગો ભાગી ગયોઃ થોરાળા પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૨૧: કુલબીયાપરા વિસ્તારમાં છેડછાડની એક ઘટના સામે આવી છે. જેમાં વિજય રાયધનભાઇ દેવીપૂજક નામના શખ્સે મોડી રાતે ઝૂપડામાં પતિ-બાળકો સાથે સુતેલી એક મહિલાની બાજુમાં સુઇ જઇ તેની સાથે શારીરિક અડપલા કરતાં દેકારો મચી ગયો હતો. બધા જાગી જતાં આ શખ્સ ભાગી ગયો હતો. આ બનાવ અંગે ભોગ બનનારે જ્ઞાતિના આગેવાનો સાથે વાત કર્યા બાદ બપોરે થોરાળા પોલીસ મથકમાં પહોંચી જાણ કરતાં પોલીસે ગુનો નોંધ્યો છે.

પોલીસે ભોગ બનનાર મહિલાની ફરિયાદ પરથી વિજય રાયધન દેવીપૂજક સામે આઇપીસી ૪૫૨, ૩૫૪ (એ) મુજબ ગેરકાયદે ઝૂપડામાં ઘુસી નિર્લજ્જ હુમલો, અડપલા કરવા સબબ ગુનો નોંધ્યો છે. મહિલા રાત્રીના બે વાગ્યે ઝૂપડામાં પતિ, સંતાનો સાથે સુતી હતી ત્યારે અચાનક કોઇ હાથ ફેરવતું હોવાનો અહેસાસ થતાં જાગી તેણી હેબતાઇને જાગી ગઇ હતી. નજર કરતાં વિજય દેવીપૂજક હતો.

આથી તેણે દેકારો મચાવતા વિજય મહિલાની બાજુમાં સુતેલી તેની નાનકડી દિકરીને ઉપાડી મહિલા ઉપર ઘા કરી ભાગી ગયો હતો. મહિલાના પતિ તથા બીજા લોકો પણ જાગી ગયા હતાં અને વિજયનો પીછો કર્યો હતો. પણ હાથમાં આવ્યો નહોતો. આજે બપોરે ભોગ બનનારના  પરિવારે આગેવાન સાથે ચર્ચા કર્યા બાદ ફરિયાદ નોંધાવવાનું નક્કી કરતાં પી.આઇ. જી.એમ. હડીયાની રાહબરીમાં પીએસઆઇ એ.એલ. બારસીયા અને પૃથ્વીસિંહએ ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.

(4:09 pm IST)