Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

ગુજરાત પેથોલોજીસ્‍ટ એન્‍ડ માઈક્રો બાયોલોજીસ્‍ટ એસો.ના પ્રમુખપદે ડો.રાજેન્‍દ્ર લાલાણીની વરણી

પેથોલોજીસ્‍ટ કોન્‍ફરન્‍સ દરમિયાન ગેરકાયદે લેબોરેટરી બંધ કરવાના ચૂકાદાને આવકારાયો

રાજકોટ તા.૨૩: તાજેતરમાં હેમુ ગઢવી ઓડીટોરીયમ ખાતે પેથોલોજીસ્‍ટની કોન્‍ફરન્‍સ મળી હતી. ગુજરાતભરમાંથી ૬૦૦ જેટલા પેથોલોજીસ્‍ટ હાજર રહેલ.

આ કોન્‍ફરન્‍સમાં મળેલી પેથોલોજીસ્‍ટની જનરલ બોડી મિટીંગમાં તાજેતરમાં સુપ્રિમ કોર્ટ દ્વારા ગેર કાયદેસર લેબોરેટરી બંધ કરવાના આપેલ ઐતિહાસિક ચુકાદાને આવકારવામાં આવેલ. સુપ્રિમ કોર્ટના આદેશ અનુશાર એમ.ડી/ડી.સી.પી.પેથોલોજીસ્‍ટની સહી તમામ પેથોલોજી લેબોરેટરીના રિપોર્ટમાં જરૂરી છે.

સુપ્રિમ કોર્ટ ચુકાદા બાદ મળેલી ઇમરજન્‍સી જનરલ બોડી મિટીંગમાં રાજકોટના સિનીયર અને જાણીતા પેથોલોજી ડો.રાજેન્‍દ્ર લાલાણીની ગુજરાત પેથોલોજીસ્‍ટ એન્‍ડ માઇક્રો-બાયોલોજીસ્‍ટ એસોશિએશન (G.A.P.M) પ્રમુખ તરીકે સર્વાનુ મતે વરણી કરવામાં આવી હતી.

સામાન્‍ય રીતે પ્રમુખની એક વર્ષ માટે નિમણુંક કરવામાં આવે છે.પરંતુ વિશેષ સંજોગોને જોતા જ્‍યા સુધી ગેર કાયદેસર લેબોરેટરીના ચુકાદાનો અમલ ન થાય અને આ પ્રશ્ન સંપુર્ણ ઉકેલાઇ નહીં ત્‍યાં સુધી સાતત્‍ય જળવાય માટે લાંબા સમય સુધી પ્રમુખ તરીકે ડો.રાજેન્‍દ્ર લાલાણીની નિમણુંક કરવામાં આવી અને સેક્રેટરી તરીકે ડો. મહેન્‍દ્ર પટેલની નિમણુંક કરવા આવેલ છે.

ઉલ્લેખનીય છે કે ડો.રાજેન્‍દ્ર લાલાણી રાજકોટ આઇ.એમ.એ.ના પ્રમુખ પદે અને ગુજરાત લેબોરેટરી સેલ (એલ.એમ.સી.)ના પ્રમુખ પદે રહી ચૂકયા છે રાજકોટમાં સળંગ ૨૦ ર્વ સુધી પેથોલોજીસ્‍ટ એસોશિએશન પ્રમુખ હતા તેઓએ અમદાવાદની બી.જે.મેડિકલ કોલેજમાંથી એમ.ડી.માં અભ્‍યાસ ક્રમ કરેલ છે. તેઓએ૧૯૮૮માં અમદાવાદની સિવીલ હોસ્‍પિટલમાં બાયોપ્‍સીની નવી પધ્‍ધતિ જ્‍.ફ.ખ્‍.ઘ્‍.નો પાયો નાખેલ છે. જે આજે આખા ગુજરાતમાં પોપ્‍યુલર થઇ છે.જી.બી.એમ.માં નક્કી થયા મુજબ ગેરકાયદેસર લેબોરેટરી ચલાવનાર સામે પોલીસ ફરીયાદ સીધી ઝ.ઞ્‍.ભ્‍. નોંધાવા આવશે. દરેક જીલ્લા માંથી ગેરકાયદેસર લેબોરેટરીની આધાર પુરાવા સાથેની માહિતી ભેગી કરવાની કાર્યવાહી ચાલે છે તેમ ગુજરાત પેથોલોજીસ્‍ટ એન્‍ડ માઇક્રો-બાયોલોજીસ્‍ટ એસોશિએશનના પ્રમુખ ડો.રાજેન્‍દ્ર લાલાણી (મો.૯૮૨૫૧ ૯૫૬૦૨)ની યાદીમાં જણાવાયુ છે.

 

(4:09 pm IST)