Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

ચારણ ગઢવી સમાજ દ્વારા સોનલ બીજની ઉજવણી - સન્માન

રાજકોટ : અહિંના ખોડીયારનગર ખાતે સોનલમાના જન્મોત્સવની ઉજવણી ધામધૂમથી કરવામાં આવેલ હતી. સમગ્ર રાજકોટના ગઢવી - ચારણ સમાજની ઉપસ્થિતિમાં ખોડીયાર ગઢવી યુવક મંડળ સમસ્ત ચારણ - ગઢવી સમાજના સહયોગથી આઈશ્રી સોનલમાના જન્મોત્સવની ઉજવણીમાં લોકડાયરો યોજાયો હતો. જેમાં સુપ્રસિદ્ધ લોક સાહિત્યકાર શ્રી દેવાયતભાઈ ખવળ, કવિ અને લોકસાહિત્યકાર શ્રી ગોવિંદભાઈ પાલીયા, અનુભા જામંગ, હમીર ગઢવી, આદિત્ય ગઢવી, રાજુભાઈ ગઢવી વગેરે કલાકારોએ પોતાની કલા પીરસી હતી. આ પ્રસંગે રાજકોટના નવનિયુકત ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલનું ગઢવી સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યુ હતું. ઉપરાંત લંડનથી આવેલ લક્ષ્મણભાઈ જામંગ ગઢવી (ઉદ્યોગપતિ) તેમજ જયરાજભાઈ દેવકુભાઈ વિક્રમા રૂપાવટી દરબાર ઉપસ્થિત રહ્યા હતા. ત્યારબાદ માતાજીના મોટા ફલોટ સાથે સોનલમાની રથયાત્રા ધામધૂમથી નીકળી હતી. ત્યારબાદ માતાજી સોનલમાની આરતી કરીને આશરે ૫૦ વિદ્યાર્થીઓને શિલ્ડ, મુમેન્ટો તેમજ રોકડ પુરસ્કાર એનાયત કરવામાં આવેલ હતા. દાતા દડુભાઈ મોયા (જેતપુર)ના સહયોગથી ભોજન સમારોહ યોજાયો હતો. વસુભા મુળુભા રત્નુએ આવતા વર્ષે ભોજન સમારોહની ઘોષણા કરી હતી.

આયોજનને સફળ બનાવવા મંડળના પ્રમુખ પ્રકાશભાઈ કવલ, ઉપપ્રમુખ મહિપત ગઢવી, મંત્રી પ્રવિણ ગઢવી, સંગઠન મંત્રી હમીર ગઢવી, સહમંત્રી ભરત ગઢવી, કનુભા સાબા, કેસુભા મધુડા, પ્રકાશભા ઠાકરીયા, દેવરાજ ગઢવી, ખોડુભા ગઢવી, હરેશ ગઢવી, પ્રદિપ ગઢવી, શાંતિભા ગઢવી, મનોજ ગઢવી વગેરેએ જહેમત ઉઠાવી હતી.

(3:52 pm IST)