Gujarati News

Gujarati News

News of Saturday, 23rd December 2017

નૃત્‍યકાર ગુરૂ વૈભવ ઓરેકરની સોમવારે રાજકોટમાં નૃત્‍ય પ્રસ્‍તુતી

તાંડવ નર્તન ઇન્‍સ્‍ટીટયુટ દ્વારા આયોજન

રાજકોટ તા.ર૩ : તાંડવ નર્તન, ઇન્‍સ્‍ટિીટયુટ ઓફ કલાસીકલ ડાન્‍સ દ્વારા તા.રપના સોમવારે સવાણી પરર્ફોમીંગ આર્ટ સેન્‍ટર ખાતે ભારત નાટયમ નૃત્‍યના મુંબઇ સ્‍થિત આંતરરાષ્‍ટ્રીય નૃત્‍યકાર ગુરૂશ્રી વૈભવ ઓરેકર દ્વારા ‘માર્ગમ-અ સ્‍પીરીચ્‍યુઅલ જર્ની' રજુ થશે.

ગુરૂશ્રી વૈભવ ઓરેકરની સંગીત વૃંદમાં નટુવાગમ-શ્રી કાલીશ્વરન પીલૈ (મુંબઇ), ગાયન-શ્રીકાંત ગોપાલ ક્રિષ્‍નન (ચેન્‍નઇ), મૃદંગમ-શ્રી સતિષ ક્રિષ્‍નમુર્તિ (મુંબઇ), વાંસળી-શ્રી રાકેશ એસ. (મૈસુર) સાથ આપશે.

નૃત્‍યપ્રેમી રસીકજનોને લાભ લેવા નૃત્‍ય સંસ્‍થા ‘તાંડવ નર્તન ઇન્‍સ્‍ટીટયુટ ઓફ કલાસીકલ'ના સંચાલક નૃત્‍યકાર ગુરૂશ્રી જીજ્ઞેશ સુરાણીએ આમંત્રિત કર્યા છે. જેઓ ગુરૂશ્રી વૈભવ ઓરેકરના શિષ્‍ય છે.

(3:44 pm IST)