Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd November 2021

યુનિવર્સિટી રોડ પર મ.ન.પા.નું મેગા ઓપરેશન : દબાણો દુર : ૧૨૦ બોર્ડ - બેનર જપ્ત

માર્જીન - પાર્કિંગમાંથી છાપરા - ઓટલા દુર : વેરા વિભાગે ૨૩ લાખનો વેરો વસુલ્યો : ફુડ વિભાગે ૪૨ કિલો અખાદ્ય પદાર્થોનો નાશ કર્યો

મ.ન.પા. દ્વારા આજે યુનિવર્સિટી રોડ પર મેગા ઓપરેશન હાથ ધરી માર્જીન - પાર્કિંગના દબાણો દુર કર્યા હતા તે વખતની તસ્વીરો. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૩ : મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરને સ્માર્ટ સિટી અંતર્ગત સુંદર, રળિયામણું બનાવવા તથા ટ્રાફિક મૂવમેન્ટ સરળ થાય તથા રાહદારીઓને થતી મુશ્કેલીઓના નિવારણ માટે શહેરમાં આવેલ મુખ્ય ૪૮ માર્ગો પર 'વન વીક, વન રોડ' ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જેમાં દર સપ્તાહમાં ક્રમશઃ ત્રણેય ઝોનમાં વારાફરતી અલગ અલગ દિવસે એક વોર્ડમાં એક મુખ્ય રોડ પર વિવિધ શાખાઓ દ્વારા ઝુંબેશના સ્વરૂપે રોડને વ્યવસ્થિત રાખવા, ચોખ્ખો રાખવા માટે કામગીરી થશે. જેમાં આજે વેસ્ટ ઝોન વિસ્તારના યુનિ. રોડ રોડ ખાતે જુદા જુદા પ્રકારની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં ફૂટપાથ અને રોડ સમારકામ, હંગામી ધોરણે અનઅધિકૃત દબાણ હટાવવું, ગેરકાયદેસર દબાણ પર ડિમોલીશનની કામગીરી, રોડનું સ્ટ્રકચર સરખું કરવું, ફૂડ શાખા દ્વારા ચકાસણી, નડતરરૂપ ઝાડને ટ્રીમીંગ કરવું, વેરા વસુલાત શાખા દ્વારા સ્થળ પર જ ટેકસ વસુલાત કરવી, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા જાહેરમાં કચરો ફેલાવતા / કચરાપેટી ન રાખતા / પ્રતિબંધિત પ્લાસ્ટીકનો વપરાશ કરતા આસામીઓ સામે દંડની કાર્યવાહી કરેલ.

૨૩ લાખનો વેરો વસુલાયો

વેરા વસુલાત શાખા દ્વારા વોર્ડ નં. ૯ અને ૧૦ માં સત્યમ-૨ કોમ્પલેકસ, શિવમ કોમ્પલેકસ, કે-કોર્નર, હરભોલે આર્કેડ-૨, વિનિત એપાર્ટમેન્ટ, ફોર્ચ્યુન સ્કવેર, પાર્થ પ્લાઝા, હર ભોલે આર્કેડ, ક્રિષ્ના કોનાર્ક, દ્વારકેશ એપા., માનવ આર્કેડ, ન્યુ. એમ્પાયર બિલ્ડિંગ, ગંગા જમના સરસ્વતી એપા., વિગેરે માંથી કુલ ૫૨ મિલ્કતો પાસેથી કુલ રૂ. ૧૭ લાખ ૧૯ હજાર રૂપિયાના મિલ્કત વેરાની વસુલાત કરવામાં આવેલ, વિશેષમાં કુલ ૩૪ આસામીઓ પાસેથી કુલ રૂ. ૬ લાખ ૭૭ હજાર ની વ્યવસાય વેરાની વસુલાત કરવામાં આવેલ, જયારે વ્યવસાય વેરા માટે કુલ ૧૩૫ આસામીઓને સુનવણી નોટીસ આપવામાં આવેલ છે. કુલ ૮૬ આસામીઓ પાસેથી ૨૩,૯૬,૦૦૦ની વસુલાત કરવામાં આવેલ.

બાંધકામ શાખા દ્વારા સ્ટોર્મ વોટર મેનહોલ સફાઇ સંખ્યા-૭, ડ્રેનેજ મેન હોલ સફાઇ સંખ્યા-૫૧, પાણીની વાલ્વ ચેમ્બેર સફાઇ સંખ્યા-૨૨, ફુટપાથ રીપેરીંગ (ચો.મી.)-૮, પેવીંગ બ્લોરક રીપેરીંગ (ચો.મી.)-૫, રબ્બીશ ઉપાડવાનું કામ (ઘ.મી.)-૧૫ કામગીરી કરવામાં આવેલ.

૧૨૦ બેનરો જપ્ત

દબાણ હટાવ શાખા દ્વારા જપ્ત કરેલ રેકડી/કેબીનની સંખ્યા-૦૧, જપ્ત કરેલ પરચુરણ માલસામાનની ટુંકી વિગત-૨૯, જપ્ત કરેલ બોર્ડ/બેનરની સંખ્યા-૧૨૦ જપ્ત કરવામાં આવેલ.

ફૂડ શાખા દ્વારા તપાસેલ FBOની સંખ્યા : ૩૨, નોટીસ આપેલ FBOની સંખ્યા-૧૧, કુલ નાશ કરેલ વાસી ખાદ્યચીજો (કિ.ગ્રા.) -૪૨, કુલ લીધેલ સેમ્પલની સંખ્યા-૨ની કામગીરી કરવામાં આવી હતી.

ટી.પી. વિભાગે ભોલે ફ્રુટ સેન્ટર, મનાલી જયુસ સેન્ટર, રશ્મી બ્યુટી પાર્લર, ડીલકસ પાન, તિર્થરાજ કોમ્પલેક્ષ, આનંદ ફૂડસ, રોનક મોબાઇલ, દ્વારકાધીશ હોટલ, મધુરમ કોલ્ડ્રીંકસ, બાર્બર સલુન, જય દ્વારકાધીશ પાન - હેર પાર્લર, આશાપુરા રેસ્ટોરન્ટ, શુભધારા કોમ્પલેક્ષ, કૈલાસ ફરસાણ, રાજશકિત ફરસાણ, કુમાર હેર આર્ટ, ગાત્રાળ ટી-સ્ટોલ, પીના જ્વેલર્સ, ડી-જ્વેલર્સ, મેગસન પ્રા.લી., મોમાઇ હોટલ, મહાદેવ રેસ્ટોરન્ટ, માટેલ પાન, જલારામ નાસ્તા હાઉસ, યુનિવર્સિટી પોસ્ટ ઓફિસ (દિવાલનું ગેરકાયદે બાંધકામ), શાંતિ હાઇટ્સ, શિવશકિત ચાઇનીઝ, ચેતક ઓટો ગેરેજ, રીયલ સેલ, મધુરમ હાર્ડવેર, ઇગલ ઓટો વગેરે દુકાનો પાસેથી માર્જીન - પાર્કિંગમાં થયેલ છાપરાના દબાણો દુર કરાયા હતા.

આ કામગીરીમાં વેસ્ટ ઝોનના ડેપ્યુટી કમિશનર, ટાઉન પ્લાનીંગ ઓફિસર, સીટી એન્જીનિયર, વેસ્ટ ઝોન તેમજ વેસ્ટ ઝોનની ટાઉન પ્લાનીંગ શાખા, બાંધકામ શાખા, દબાણ હટાવ શાખા, રોશની શાખા, સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા, ટ્રાફિક એન્ડ ટ્રાન્સપોર્ટ શાખાના તમામ સ્ટાફ સ્થળ પર હાજર રહેલ તથા આ કામગીરી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે સુરક્ષા વિભાગના અધિકારી તથા તેમનો તમામ સ્ટાફ સ્થળ પર હાજર રહેલ.

(3:29 pm IST)