Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

સ્વામિનારાયણ નગરમાં સ્વયંસેવકો દ્વારા અવિરત સેવાયજ્ઞ

રાજકોટ : પ્રમુખસ્વામી મહારાજે ૧૯૯૮ માં પ્રતિષ્ઠિત કરેલ ભવ્યમંદિર શિક્ષણ સંસ્કાર, સેવા અને સત્સંગની ધર્મ ધજા ફરકાવીને રાજકોટના નજરાણા સમાન બની રહ્યું છે. આ મંદિરનો દ્વિદશતાબ્દી મહોત્સવ અનેતેના નિર્માતા પ્રમુખસ્વામી મહારાજના શતાબ્દી મહોત્સવ ઉપક્રમે તેઓનો ૯૮ મો જન્મ જયંતી મહોત્સવ તારીખ પ થી૧૫ ડિસેમ્બર-૨૦૧૮ દરમિયાન પરમ પૂજય પ્રમુખ સ્વામી મહારાજના ઉત્તરાધિકારી પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજની નિશ્રામાં ધામધુમપૂર્વક ઉજવાશે. આ મહોત્સવની મુખ્ય વિશેષતા એ છે કે તેના આયોજનથી લઇ નિર્માણ સુધીની તમામ પ્રક્રિયાઓમાં હજારો સંતો ભકતોના સેવા અનેસમર્પણ રહેલાં છે. સતત ૨૪ કલાક કાર્યરત ૫૦ જેટલા વિવિધ વિભાગોમાં ઉચ્ચ અભ્યાસકરેલા સંતો કઠિન પુરૂષાર્થ અને આયોજનથી મહોત્સવની સરળતામાં મોટું યોગદાન આપી રહ્યા છે. વિશ્વની નામાંકિત હાર્વડ, ઓકસફર્ડ વગેરે ઉચ્ચ યુનિવર્સિટીઓમાં શિક્ષિત ૫૧ જેટલા સંતો દરરોજ ૧૨-૧૨ કલાકો સુધી સેવાઓ કરી રહ્યા છે. વિરાટ સ્વામિનારાયણ  નગરમાં લેન્ડ સ્કેપિંગ માટે છેલ્લા ૬ મહિનાથી તૈયારીઓ શરૂ થઇ છે. સમગ્ર મહોત્સવ સ્થળને ૭૦૦૦ સ્કવેર ફૂટ કાર્પેટ લોનથી ડેકોરેશન કરવામાંઆવશે. ૪૨ થી વધુ બગીચાઓનું પ્લાન્ટેશન કરવામાં આવશે જેમાં૪૦ થી વધુ વિવિધતા ધરાવતા ફુલ છોડથી સમગ્ર સ્વામિનારાયણ નગરને સુશોભિત કરવામાં આવશે. મહોત્સવ સ્થળે ભાઇઓ અને બહેનો સવારે ૮ થી રાત્રે ૮ સુધી સ્વામિનારાયણ નગરમાં વિવિધ સેવાઓમાં જોડાયેલા છે.

(4:13 pm IST)