Gujarati News

Gujarati News

News of Friday, 23rd November 2018

સુરોના સથવારે... સ્વચ્છતાના દ્વારે

કાલે તબીબો સુર લહેરાવશે

રાત્રે ૮:૪૫ કલાકે, પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ,રૈયા રોડ ખાતે મ્યુ.કોર્પોરેશન અને આબાદગ્રુપના સંયુકત ઉપક્રમે કાર્યક્રમ

રાજકોટ તા.૨૩: રાજકોટ મ્યુ.કોર્પોરેશન અને આબાદ ગ્રુપના સંયુકત ઉપક્રમે સંગીતના સુરોની સુસજ્જ અને સ્વચ્છતા તરફ એક નમ્ર પ્રયાસના ભાગરૂપે કારાઓકે ફિલ્મીગીતોની સુરીલી સાંજનું આયોજન કરવામાં આવ્યું છે.

શહેરના જાણીતા સંગીતકાર, કમ્પોઝર અને ગાયક બ્રિજેન ત્રિવેદીના સાંગીતિક માર્ગદર્શન હેઠળ રાજકોટના નામાંકિત ડોકટર્સ, લોયર્સ અને અન્ય વ્યવસાયીઓના વૃંદ દ્વારા દેશભરમાં ચાલી રહેલા સ્વચ્છ ભારત અભિયાનના પ્રસાર અર્થે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોેરેશનનાં સહયોગથી ચુનંદા અને યાદગાર ગીતોના સુરીલા રસથાળનું કાલે તા. ૨૪ને શનિવારે રાત્રે ૮-૪૫ કલાકે પ્રમુખસ્વામી ઓડીટોરીયમમાં આ સુંદર કાર્યક્રમમાં રાજકોટનાં કારાઓકે સ્ટેજ પર ભાગ્યેજ સાંભળવા મળે તેવા ચુનંદા ગીતોથી રાજકોટને ભીંજવવાનો આ નવીન પ્રયોગ સૌ પ્રથમ વાર થનાર છે. જેમાં ડો.હિરેન કોઠારી, ડો. ફાલ્ગુની ત્રિવેદી, ડો. પારૂલ કાલરીયા, ચેતન કોઠારી-એડવોકેટ, આરતી કોઠારી, હાસ્યરેખા જોશી,ડો.બબીતા હપાણી અને પરાગ જોબનપુત્રા પોતાની આગવી પ્રતિભાથી રાજકોટના માત્ર આમંત્રિત શ્રોતાજનો ને સંગીતનાં માધ્યમથી આદર્શ નાગરિક બનવા પ્રેરિત કરશે. કાર્યક્રમને સફળ બનાવવા માટેકમલ ત્રિવેદી અને પ્રજ્ઞા જોબનપુત્રા જહેમત ઉઠાવી રહયા છે.

આમંત્રિતો માટે ના આ નિશુલ્ક કાર્યક્રમની વિશેષ માહિતી માટે સંયોજક કમલ ત્રિવેદી ફોન નં. ૯૮૨૫૨ ૧૭૯૩૪નો સંપર્ક કરવા સંસ્થાની યાદીમાં જણાવાયું છે.

(4:11 pm IST)