Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

આંબેડકરનગરમાં અજય ઉર્ફે લાલાના મકાનમાં દરોડોઃ દારૂની ૩૬ બોટલ કબ્‍જે

રાજકોટ તા. ર૩: રામાપીર ચોકની બાજુમાં આંબેડકરનગરમાં માલવીયાનગર પોલીસે બાતમીના આધારે શખ્‍સના મકાનમાં દરોડો પાડી દારૂની ૩૬ બોટલ કબ્‍જે કરી હતી.

મળતી વિગત મુજબ માલવીયાનગર પોલીસ મથકના પીએસઆઇ આર. એ. જાડેજા તથા હેડ કોન્‍સ. રાહીદભાઇ સમા, ભાવીનભાઇ, દીલીપસિંહ, મયુરસિંહ, કુલદીપસિંહ, ભાવેશભાઇ અને હરપાલસિંહ સહિત પેટ્રોલીંગમાં હતા ત્‍યારે બાતમીના આધારે રામાપીર ચોકની બાજુમાં આંબેડકરનગર શેરી નં. પ માં રહેતો અજય ઉફર્.ે લાલો ઉર્ફે બાડો પરમારના મકાનમાં દરોડો પાડી રૂા. ૧૦,૮૦૦ની કિંમતની દારૂની ૩૬ બોટલ કબ્‍જે કરી હતી. જયારે અજય ઉર્ફે લાલો નાસી જતા તેની શોધખોળ હાથ ધરી છે.

(4:45 pm IST)
  • શ્રીનગરમાં લાલચોકની આસપાસ જવા પર પ્રતિબંધઃ માર્ચ કાઢવાની કોશીશ કરી રહેલ યાસીન મલીકની ધરપકડ : કુલગામમાં રવિવારે થયેલ બ્‍લાસ્‍ટમાં સાત નાગરીકોના મોત બાદ અલગતાવાદીઓ પ્રદર્શન કરી રહયા છેઃ ગિલાની અને મિરવાઇઝને પહેલાજ નજરબંધ કરાયા છેઃ શાળા-કોલેજો બંધઃ બારામુલા-બનિહાલ વચ્‍ચે ટ્રેન સેવા અને મોબાઇલ ઇન્‍ટરનેટ સેવા બંધ કરાયા access_time 4:52 pm IST

  • ગાંધીનગર :ગુજરાત નેશનલ લૉ યુનિ.માં આજે મહિલા ખેડૂત સંમેલન મળશે:બપોરે 12 વાગ્યે મોટા પ્રમાણમાં મહિલાઓ રહેશે હાજર access_time 2:22 pm IST

  • ભાવનગર ખાતે રો રો ફેરી સર્વિસનું ૨૭ ઓક્ટોબરે વિજયભાઈ રૂપાણીના હસ્તે ઉદ્ઘાટન કરાશે access_time 1:12 am IST