Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

રાજકોટ કામદાર યુનિયન દ્વારા મચ્છરજન્ય રોગચાળા સામે લોકજાગૃતી કાર્યક્રમ અપાયા

રાજકોટઃ રાજકોટ કામદાર યુનિયનના સભ્યોએ હકારાત્મક અભિગમ અપનાવી શહેરમાં ડેંગ્યું, મેલેરીયા સહીતના મચ્છરજન્ય રોગચાળાને અટકાવવા માટે તંત્ર સાથે ખભેખભ્ભા મિલાવી અને આ રોગચાળો અટકાવવાના જાહેર જનતા કઇ રીતે મદદરૂપ થઇ શકે? તે અંગેની લોકજાગૃતી લાવવા નવરાત્રી દરમિયાન શહેરના વિવિધ ગરબી મંડળોમાં જઇ અને ગરબી નિહાળવા આવેલા બહોળી સંખ્યામાં ઉપસ્થિત નગરજનોને ડેંગ્યુ, મેલેરીયા, ચીકન ગુનીયા, સ્વાઇન ફલુ જેવા ચેપી રોગથી બચવા શું શું કરવું જોઇએ તે અંગેની માર્ગદર્શીકા સાથેના ચોપાનીયાઓનું વિતરણ કરાયું હતું. તસ્વીરમાં આ સમગ્ર આયોજનને સફળ બનાવનાર યુનિયનના પ્રમુખ પારસ બેડીયા, સુખદેવભાઇ ગઢવી, હિરેનભાઇ દાફડા વિગેરે અકિલા કાર્યાલયની શુભેચ્છા મુલાકાત દરમિયાન યુનીયનની આ હકારાત્મક પ્રવૃતીની માહીતી આપી રહેલા દર્શાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(4:32 pm IST)