Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

સરદાર પટેલની વિરાટ પ્રતિમા લોકાર્પણ પ્રસંગે તામીલનાડુનું પ્રતિનિધિ મંડળ આવશે

રાજકોટઃ આગામી ૩૧મી ઓકટોબરે અખંડ ભારતના શિલ્પી લોખંડી રાજપુરૂષ શ્રી સરદાર પટેલની વિરાટ સ્વરૂપ પ્રતિમા લોકાર્પણની ઐતિહાસિક ઘડીના સાક્ષી થવા માટે તામીલનાડુમાં વસતા મૂળ સૌરાષ્ટ્રીયન એવા સમુદાયના વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓ અને ચૂંટાયેલા ધારાસભ્યો અને લોકપ્રતિનિધિઓનું ઉચ્ચકક્ષાનું પ્રતિનિધિ મંડળ ગુજરાતની મુલાકાતે આવનાર છે સાથોસાથ કર્ણાટક અને આંધ્રપ્રદેશ તથા દિલ્હી તેમજ મુંબઇથી ક્ષેત્રના અગ્રણીઓ સામેલ થશે તેવી જાહેરાત ડો. કમલેશ જોશીપુરાએ રાજકોટ ખાતેના સૌરાષ્ટ્રીયન સમુદાયના અભિવાદન સમારોહમાં જણાવેલ છે. તામિલનાડુમાં વસતા મૂળ સૌરાષ્ટ્રીયન સમુદાયના વિવિધ ક્ષેત્રમાં કાર્યરત પ૦ જેટલા ભાઇઓ બહેનોનો સમૂહ સૌરાષ્ટ્રના પ્રવાસે આવતા રાજકોટ ખાતે વિવિધ સંસ્થાઓ દ્વારા સન્માન મિલનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો સૌરાષ્ટ્રીયન સમુદાયના મુખપત્ર 'જટીશન ન્યૂઝ' ના ૨૦માં વર્ષમાં પ્રવેશ વિશેષ અંકનું રાજકોટ ખાતે કરવામાં આવ્યું. સૌરાષ્ટ્રીયન સમુદાય સાથે આદાનપ્રદાન અને વિવિધ પ્રવૃતિઓના સંવાહક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ પ્રો.ડો.કમલેશ જોશીપુરાની ઉપસ્થિતિમાં આયોજિત ગરીમાપૂર્ણ સમારોહમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાર્યકારી કુલપતિ પ્રો. નિલામ્બરીબેન દવે મુખ્ય મહેમાન તરીકે તેમજ પૂર્વ કેબીનેટ પ્રધાન ઉમેશ રાજયગુરુ વિશિષ્ટ ઉપસ્થિતિમાં આયોજિત આ સમારોહમાં જટીશન ન્યૂઝના સ્થાપક તંત્રી અને વરીષ્ઠ પત્રકાર શ્રી રામા ઇશ્વરલાલજી આ પ્રસંગે ઉપસ્થિત રહેલ. રીચર્સ ઇન્સ્ટીટયૂટ ઓફ સૌરાષ્ટ્ર હેરીટેજ (RISHI) ના સંયોજક પ્રો.રવિસિંહ ઝાલા અને મુખ્ય યજમાન સંસ્થા અખીલ હિંદ મહિલા પરીષદના પ્રમુખ શ્રીમતી ભાવનાબેન જોશીપુરા આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહેલ. આ પ્રસંગે પૂર્વ ડેપ્યુટી મેયર માવજીભાઇ ડોડિયા, ગુજરાત લેબર બાર એસોસીએશનના પ્રમુખ ગીરીશચંદ્ર ભટ્ટ, રાજકીય આગેવાન ખીમાભાઇ મકવાણા, રોટરી કલબના શ્રીમતી બાનુબેન ધકાણ, રેલવે યુનિયનના અગ્રણી મહેશ છાયા તેમજ રાજેશ મહેતા, પોરબંદર ખાતે ખાદીભવનના મંત્રી મુકેશ દત્તા તથા સ્વામીનારાયણ સંકુલના અધિષ્ઠાતા શાસ્ત્રી ભાનુપ્રકાશજી, સોમનાથ પાટણ ખાતે ભાજપ અગ્રણી અરવિંદભાઇ રાણીંગા દ્વારકા મંદિર ખાતે સ્વામીનારાયણ મંદિરના સંતો, પ્રો.હરેશભાઇ પંડયા, હિન્દી સાહીત્ય  સભાના અગ્રણી ગીરીશચંદ્ર ત્રિવેદી, લીગલ રીસર્ચ ફાઉન્ડેશનના ટ્રસ્ટી પ્રશાંતભાઇ જોશી, ગ્લોબલ યુનાઇટેડ નાગર એસેમ્બલીના ઓજસભાઇ માંકડ, ડો.સંજય તેરૈયા, આનંદભાઇ ચૌહાણ, ગોંડલના વરીષ્ઠ ધારાશાસ્ત્રી ડો.અવનીબેન કાનન, જેતપુરના વરીષ્ઠ ધારાશાસ્ત્રી પંડયા, ગાંધીનગરના અગ્રણી હિતેન્દ્રભાઇ જોશી, ગુજરાત રાજય સિંચાઇ કર્મચારી કલ્યાણ મંડળના મહામંત્રી ગૌતમભાઇ બુલચંદાણી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. તામિલનાડુ તેમજ દક્ષિણ ભારતના અન્ય  રાજયોમાં વસતા સૌરાષ્ટ્રીયન સમુદાયના અગ્રણીઓ સૌરાષ્ટ્ર રાજકોટના પ્રવાસે આવતા આયોજિત સન્માન મિલન સમારોહની તસ્વીર. ઉદબોધન કરી રહેલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ ડો.કમલેશ જોશીપુરા, કાર્યકારી કુલપતિ પ્રો.નિલામ્બરીબેન દવે તેમજ પૂર્વ કેબીનેટ મંત્રી ઉમેશભાઇ રાજયગુરુ અને રીશીના કન્વીનર પ્રો.રવિસિંહ ઝાલા. સૌરાષ્ટ્રીયન સમુદાયના મુખપુત્રનું લોકાર્પણ તેમજ ઉપસ્થિત સમુદાય. અગ્રણીઓ શ્રીમતી ભાવનાબેન જોશીપુરા, વરીષ્ઠ પત્રકાર રામા ઇશ્વરલાલ, ધારાશાસ્ત્રી ગીરીશચંદ્ર ભટ્ટ વગેરે નજરે પડે છે.

(4:30 pm IST)