Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

સૌ સાથે મળી એકતા યાત્રાને સફળ બનાવીએ : ગોવિંદ પટેલ

રાજકોટ, તા. ૨૩: સરદાર વલ્લભભાઇ પટેલની એકતા યાત્રાને સફળ બનાવીને એક ભારત શ્રેષ્ઠ ભારતના સ્વપ્નને સાકાર કરીએ તેમ એક નિવેદનમાં રાજકોટના ધારાસભ્ય ગોવિંદ પટેલે જણાવ્યું છે.

તે ઓએ જણાવ્યું કે અંગ્રેજની કૂનીતિને પારખી જનાર અને તેને અસફળ બનાવવાનું મહત્વનું કામ આઝાદી પછી સરદાર વલ્લભભાઈ પટેલે કર્યું છે. એવા સરદાર સાહેબને અંજલી સવરૂપે તેમના કદ કૌશલ્ય અને વજૂ સમા કઠોર નિર્ણયો જે આવતી પેઢીને ઉજાગર કરે અને પ્રેરણા સ્વરૂપ બને તેવો પ્રયાસ સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં કરવામાં આવેલ છે.

સૌ સાથે મળીને એ મહામાનવાની ૩૧મી તારીખને ઐટીહાસિક બનાવી અને એકતાનો સંદેશો પ્રસરાવીએ. તેમ અંતમા ગોવિંદભાઈ પટેલ(મો. ૯૦૬૯૫ ૫૧૫૫૬) એ જણનવેલ છે.

(4:20 pm IST)