Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd October 2018

ચુંવાળીયા કોળી ઠાકોર સમાજ દ્વારા કાલેઃ બાય બાય નવરાત્રી ''સ્પંદન રાસોત્સવ''

જ્ઞાતિના ખેલૈયાઓને શિલ્ડ, પ્રોત્સાહક ઇનામોઃ છઠ્ઠી વખત આયોજન

 રાજકોટઃ તા.૨૩, ચુવાળીયા કોળી ઠાકોર સમાજ  દ્વારા  દર વર્ષની માફક  આ વર્ષે પણ સમાજના ભાઇઓ-બહેનો માટે દાંડીયા રાસ કાર્યક્રમ  'સ્પંદન રાસોત્સવ' ૧૫૦ ફુટ રીંગ, પ્રતિલોક પાર્ટી પ્લોટ, નાનામવા સર્કલ ખાતે તા. ૨૪  ને બુધવારના રોજ સાંજના ૭:૩૦ થી ૧૦:૩૦ સુધી રાખવામાં આવેલ છે.  અદ્યતન સાઉન્ડ સીસ્ટમ્સ સાથે બંસરી મ્યુઝીકલ ગ્રુપના સથવારે ખેલૈયાઓ ઝુમી ઉઠશે .

આ કાર્યક્રમમા શ્રી હરેશ પરસોંડા-એડવોકેટ, વિજયભાઈ મેંથાણીયા, ભરતભાઈ પંચાસરા, દેવભાઈ કોરડીયા, દિપકભાઈ માનસુરીયા, જીતુભાઈ વઢ૨કીયા, આશીષભાઈ ડાભી, ભરતભાઈ ડાભી (ગુજરાત કેઈન), રઘુભાઈ ઝીઝુવાડીયા અને ભરતભાઈ બાળોન્દ્વાનો સહયોગ મળેલ છે.

આ પ્રસંગ્રે રાજય કક્ષાના પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા,  સાંસદ સભ્યશ્રી સુરેન્દ્રનગર દેવજીભાઈ ફતેપરા, પુર્વ સાંસદ (રાજયસભા) શંકરભાઈ વેગડ, ધારાસભ્ય હળવદ ધ્રાંગધ્રા પરસોતમભાઈ સાબરીયા, પ્રમુખશ્રી ચુંવાળીયા કોળી સમાજ (ગુજરાત રાજય) વિરજીભાઈ સનુરા, પ્રમુખશ્રી ચુંવાળીયા કોળી બોર્ડીંગ રાજકોટ બાબુભાઈ ઉઘરેજા, પ્રમુખશ્રી ચુવાળીયા કોળી સમાજ સૌરાષ્ટ્ર કચ્છ દિનેશભાઈ મકવાણા, ઉધોગપતિ ૨ાજાવીર ઈન્ડસ્ટ્રીઝ ધર્મેશભાઈ ઝીઝુંવાડીયા, ઉદ્યોગપતિ મીહીરભાઈ સીતાપરા, મહામંત્રી શ્રી ચુંવાળીયા કોળી સમાજ છોટુભાઈ પરસોંડા,   ચામુંડા રેસ્ટોરન્ટ નટુભાઈ કુંવરીયા,   મનસુખભાઈ ધામેચા, જેન્તીભાઈ બોરીચા, તંત્રી શ્રી સમાજ એકતા વિનોદભાઈ સોલંકી, રણછોડભાઈ ઉઘરેજા, જેસીંગભાઈ રાઠોડ, અર્જુનભાઈ બાબરીયા, ગોરધનભાઈ જાખેલીયા, પરાગભાઈ મકવાણા, દિપકભાઈ બાબરીયા, મનુભાઇ આહુદ્રા તેમજ   રાજકોટ શહે૨ પોલીસ કમિશ્નર  શ્રી મનોજ અગ્રવાલ,   મ્યુની. કમિશ્નર બંછાનિધિ પાની, સાંસદ સભ્યશ્રી મોહનભાઈ કુંડારીયા, કમલેશભાઈ મીરાણી, મેયર બીનાબેન આચાર્ય, નીતીનભાઈ ભારદ્વાજ, જૈમીન ઠાકર, મનીશભાઈ રાડીયા વિગેરે ઉપસ્થિત રહેશે.  (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:25 pm IST)